અમરેલી ખાતે ગાંધી બાગ આશા વર્કર ની મિટિંગ - At This Time

અમરેલી ખાતે ગાંધી બાગ આશા વર્કર ની મિટિંગ


👆🏻 આજે અમરેલી ખાતે ગાંધીબાગમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા આશા વર્કર અને ફેસીલીટર બહેનો ની એક મીટીંગ મળી હતી અને બહોળી સંખ્યામાં તેમાં નવા મેમ્બરો જિલ્લાના દરેક તાલુકા માંથી જોડાયા હતા, આ મિટિંગમાં જુનાગઢ થી પ્રદેશ ના પદાધિકારી શ્રી જોહરાબેન પધાર્યા હતા તથા અમરેલી જિલ્લા સંગઠન મંત્રી શ્રી કેતનભાઇ પંડ્યા પણ હાજર રહેલ અને સંગઠન વિશે વિશેષ માહિતી આપી હતી અને આશા વર્કર બહેનોના પ્રશ્નો સાંભળ્યા હતા, અને આ બધા પ્રશ્નો પતાવવા માટે ભારતીય મજદૂર સંઘના બધા પદાધિકારીઓએ અમરેલી જિલ્લાના દરેક તાલુકાના સભ્યોને જોડી આખો જિલ્લો માત્ર ભારતીય મજદૂર સંઘ માંજ જોડાઈ સંગઠન મજબૂત બનાવી અને દરેક બે મહિને દરેક તાલુકાના માત્ર બે બે પ્રતિનિધિ ઓની મીટીંગ કરી. દરેક પ્રશ્નો લખી સમજી વિચારી એક જૂથ થઈ ભારતીય મજદૂર સંઘના લેટર પેડ ઉપર લખી જિલ્લાના મેડિકલ ઓફિસરને, ડી.ડી.ઓ. સાહેબને મળી તેની સાથે મીટીંગ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી ભારતીય મજદૂર સંઘે (BMS) આપી છે. - જયેશભાઈ નિમાવત - અમરેલી જિલ્લા મંત્રીશ્રી રિપોર્ટ. નિલેશ રામાવત


8780732640
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image