પડધરી તાલુકાના રૂપાવટી ગામમાં વસવાટ કરતા પ્રવીણભાઈ નામના ખેડૂતે પાકમાં છાંટવાની પ્રોફેનો નામની દવા છાંટતા એકજ દિવસમાં પાક બળવા લાગ્યો
પડધરી તાલુકાના રૂપાવટી ગામમાં વસવાટ કરતા પ્રવીણભાઈ નામના ખેડૂતે પડધરી ગામમાં આવેલ તન્વી એગ્રો સેન્ટર માંથી પ્રોફેનો નામની પાકમાં છાંટવાની દવા ખરીદી હતી આ દવા છાંટવાથી ખેડૂતનો ઊભો પાક બળી ગ્યો હતો તેવા ખેડૂત દ્વારા આક્ષેપો કરાયા છે બે મહિનાથી માવજત કરેલો પાક બળી જતાં ખેડૂતે એગ્રોમાં ફરીયાદ કરી હતી પરંતુ એગ્રોનું સંચાલન કરનાર વ્યક્તિ દ્વારા જણાવવામા આવ્યુ હતું કાલે સંક્રાત છે અને પરમ દિવસ રવિવાર હોવાથી સોમવાર આ પ્રશ્નનું નિરાકરણ કરીએ પરંતુ સોમવારે ખેડૂત એગ્રો પર ગયો ત્યારે એગ્રોમાં સંચાલન કરનાર વ્યક્તિ દ્વારા ખેડૂતને ધાક ધમકી આપવામાં આવી હતી અમે તમારી પરજ કેસ કરી તમનેજ ફીટ કરી દેશું એ પ્રકારે ધમકી આપી હતી પછી ખેડૂતને ત્યાંથી હકાલી કાઢી આપવામાં આવ્યા હતા તેવા આક્ષેપો ખેડૂત દ્વારા કરવામાં આવ્યા હતા આ સમગ્ર વાત ની જાણ જીલ્લા પંચાયત સદસ્ય ગિરિરાજસિંહ જાડેજાને પણ કરવામાં આવી હતી અને ગૂજરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ને પણ આ વાતની ફરિયાદ કરવામાં આવી છે
રિપોર્ટર - નિખીલ ભોજાણી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.