2022માં શહેરા વિધાનસભા બેઠક માટે ચુટણી લડી ચુકેલા ખાતુભાઈ પગીનો 200 જેટલા કાર્યકરો સાથે ભાજપમા પુનઃ ગૃહપ્રવેશ - At This Time

2022માં શહેરા વિધાનસભા બેઠક માટે ચુટણી લડી ચુકેલા ખાતુભાઈ પગીનો 200 જેટલા કાર્યકરો સાથે ભાજપમા પુનઃ ગૃહપ્રવેશ


શહેરા

પંચમહાલ જીલ્લામા શહેરા વિધાનસભા મત વિસ્તારમાંથી કોંગ્રેસમાં લોકસભાની ચુટણી પહેલા ગાબડુ પડ્યુ છે.જેમા 2022ની વિધાનસભાની ચુટણી લડી ચુકેલા ક્ષત્રિય સમાજના અગ્રણી અને ભાજપા દ્વારા ટીકીટ ન મળતા નારાજ થઈ કોંગ્રેસમા જઈ વિધાનસભાની ચુટણી લડનારા ખાતુભાઈ ગુલાબભાઈ પગી ફરી ભાજપમા જોડાઈ જતા શહેરાની રાજનીતીમા ફરી એકવાર ગરમાવો આવ્યો છે
. પંચમહાલ જીલ્લાના અતિમહત્વની ગણાતી શહેરા વિધાનસભામા કોંગ્રેસ પક્ષના વધુ એક ઝટકો મળ્યો છે.જેમા 2022ની ચુટણીમા કોગ્રેસમાથી ઉમેદવારી કરનારા અને શહેરા તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણી ખાતુભાઈ ગુલાબસિંહ પગી ફરી ભાજપામા જોડાઈ ઘરવાપસી કરી છે.ખાતુભાઈ પગી દ્વારા 2022માં શહેરા વિધાનસભા ચુટણી માટે ટીકીટ માગી હતી પણ તેમને ટીકીટ આપવામા આવી ન હતી. આથી તેઓ પાર્ટીથી નારાજ થઈ જતા તેઓ કોંગ્રેસપક્ષમાં જોડાઈ ગયા હતા. અને કોંગ્રેસે ટીકીટ આપતા તેઓ શહેરા વિધાનસભામાંથી ઉમેદવારી નોધાવી હતી પણ તેમનો પરાજય થયો હતો.ખાતુભાઈ પગી ભાજપા સાથે જોડાયેલા હતા. તેઓ જીલ્લા પંચાયતના સદસ્ય,તેમજ શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે,શહેરા તાલુકામાંથી 200 જેટલા કાર્યકરો પણ ફરી ભાજપામા જોડાઈ ગયા હતા. ગાધીનગર કોબા ખાતે આવેલા કમલમ કાર્યાલયમા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ખાતુભાઈ પગી સહિત આગેવાનોને ભાજપાનો ખેસ પહેરાવીને પુનઃ સ્વાગત કરવામા આવ્યુ હતુ. ખાતુભાઈ પગી સાથે અન્ય કાર્યકરો આગેવાનો અનોપસિંહ સોલંકી વિક્ર્મસિહ પગી,કિરણ સિંહં પગી, બહાદુર સિંહ સોલંકી સહિતનાઓ પણ જોડાયા

બ્યુરોચીફ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.