રંઘોળા ગામની આંગણવાડીઓ ખાતે સુપોષણ સંવાદ અને પોષણ માસની ઉજવણી કરાઈ
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામની આંગણવાડીઓ ખાતે તાલુકા બાળ વિકાસ અધિકારી સરસ્વતીબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ મુખ્ય સેવિકા સુધાબેન ચૌહાણ અને કાર્યકર બહેનો દ્વારા માતાઓ સાથે કિશોરીઓ અને સગર્ભા માતાઓને તેમજ બાળકને પ્રથમ ૧૦૦૦ દિવસ સ્તનપાન આપવાનું મહત્વ અને તેનાથી બાળકને થતા ફાયદા T.H.R. પેકેટનો ઉપયોગ અને મહત્વ તેમજ સગર્ભા માતાઓને સમતોલ આહાર અને આરામની કાળજી ઉપરાંત બીજી શું કાળજી રાખવી આંગણવાડીમાં સમયસર વહેલી નોંધણી કરાવી તેમજ આયર્ન ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળીનું નિયમિત સેવન વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તેમજ M.M.Y.યોજનાનો લાભ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ દર વર્ષે ૦૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે જે અન્વયે રંઘોળા ગામે સાતમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સાથે સુપોષણ સંવાદ દિવસની ઉજવણી કરવામાં આવી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.