પવિત્ર ધનુર્માસના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર એવં દાદાના સિંહાસનને આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ૠષિમૂનીઓની ઝાંખી રજુ કરાઈ - At This Time

પવિત્ર ધનુર્માસના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર એવં દાદાના સિંહાસનને આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ૠષિમૂનીઓની ઝાંખી રજુ કરાઈ


સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 21-12-2024ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર એવં આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ૠષિમૂનીઓની ઝાંખી રજુ કરવામાં આવેલ છે મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)એ કરી હતી આજે કરાયેલ શણગાર વિષે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)એ જણાવ્યું હતુ કે પવિત્ર ધનુર્માસનો શનિવાર છે જેથી શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર ધરાવાયો છે સમગ્ર ધનુર્માસ નિમિતે દાદાને મંદિર પરિસરમાં આવેલ યજ્ઞ શાળામાં નિત્ય હોમ-હવન-યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે.દાદાના વાઘા ત્રણ દિવસની મહેનતે ચાર હરિભક્તોએ તૈયાર કર્યા છે તેમજ સિંહાસને છ હરિભક્તોએ ૨ દિવસની મહેનતે આશ્રમ અને ઋષિમુનીઓની ઝાંખી તૈયાર કરવામાં આવી છે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.