કેશોદ શહેરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, અનેક ધાર્મિક પ્રસંગો વચ્ચે ભકતોની ભીડ જામી
કેશોદ શહેરમાં મીઠા ભગત રામ મંદિર, પીપળીના જૂના રસ્તે મઠિયા હનુમાનજી મહારાજ, આલાપ કોલેનીમાં બાલાજી હનુમાનજી મંદિર સહિત જુદા જુદા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હનુમાનજી મહારાજના ભકતોની ભીડ જોવા મળી હતી. ચાર ચોક ખાતે આવેલ મીઠા ભગત સ્થાપિત રામ મંદિરમાં સ્વયંભુ હનુમાનજી મહારાજ પ્રગટ થયા હતાં આ મંદિરમાં દર વર્ષે સુંદરકાંડ હોમાત્મક યજ્ઞવિધી તેમ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતી. જયારે સાંજે ભોજન પ્રસાદ લેવા ભકતોની ભીડ ઉમટી હતી.એવી જ રીતે જુના પીપળીના રસ્તે આવેલ ખાખી બાવા મઠિયાબાપુ રામદાસ હસ્તે સ્થાપિત મઠિયા હનુમાનજી મહારાજના મંદિરે હોમાત્મક ધાર્મિક વિધી સાથે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરી જન્મ જયંતિ મનાવવામાં આવી હતી. અને સાંજના ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ મઠિયા હનુમાનજી મહારાજનાં મંદિરનો જીણોદ્ધાર થવાનો હોય સેવકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જયારે આલાપ કોલોનીમાં 22 વર્ષ પહેલાં નાના બાળકોએ હનુમાન મહારાજના મંદિરની સ્થાપના કરી હતી જેનું નામ બાલાજી હનુમાન રાખવામાં આવ્યું હતું. હવે જયારે બાજુમાં એકાદ વર્ષમાં ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આથી હનુમાનજી મહારાજની સમક્ષ સુદરકાંડ હોમાત્મક યજ્ઞ વિધી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આમ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર હનુમાન જયંતિ નીમિત્તે અભિષેક, પ્રાણ પ્રતિષ્ઠા, જીણોદ્ધાર, મહાઆરતી, અન્નકુટ સહિતના કાર્યક્રમો યોજાતાં ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો હતો. કેશોદ શહેર તાલુકામાં આવેલ જુદા જુદા વિસ્તારમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે સાંજના સમયે સમુહ પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.