3 જુલાઈ, પ્લાસ્ટિક બેગ ફ્રી ડે  પ્લાસ્ટિકનો તિરસ્કાર, પર્યાવરણનો પુરસ્કાર કાપડની થેલીનો જ ઉપયોગ કરીએ   - At This Time

3 જુલાઈ, પ્લાસ્ટિક બેગ ફ્રી ડે  પ્લાસ્ટિકનો તિરસ્કાર, પર્યાવરણનો પુરસ્કાર કાપડની થેલીનો જ ઉપયોગ કરીએ  


3 જુલાઈ, પ્લાસ્ટિક બેગ ફ્રી ડે 

પ્લાસ્ટિકનો તિરસ્કાર, પર્યાવરણનો પુરસ્કાર

કાપડની થેલીનો જ ઉપયોગ કરીએ  

પ્લાસ્ટિકની શોધ ઇ.સ ૧૮૬૨માં ઇગ્લેન્ડનાં એલેકઝાન્ડર પાર્કસે કરી હતી. પ્લાસ્ટિક એ આજની સૌથી વધુ વપરાતી સામગ્રીમાંની એક છે.આજે પ્લાસ્ટિક બેગ તાકીદની જરૂરિયાત બની ગઈ છે. તેના અનુકૂળ સ્વભાવને કારણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. રોજિંદી પ્રવૃત્તિઓથી સંબંધિત બધી પ્રવૃત્તિઓમાં પ્લાસ્ટિકની ભૂમિકા હોય છે. મોબાઇલ, ટીવી, ફ્રિજ, એસી, ખુરશી, ટેબલ, કમ્પ્યુટર વગેરે જેવી સંખ્યાબદ્ધ વસ્તુઓ છે જે પ્લાસ્ટિકની બનેલી હોય છે, પરંતુ પ્લાસ્ટીક એ નાશ ન થઈ શકે તેવું પ્રદૂષણ છે અને તે જમીન, પાણી અને હવાને પ્રદૂષિત કરે છે એટલે કે સમસ્ત પયૉવરણને નુકસાન કરે છે. ગમે ત્યાં ફેકી દીધેલી પ્લાસ્ટીકની થેલીઓ અન્ય ખોરાકની સાથે ખાઈ જવાથી અનેક પશુઓ પણ મોતને ભેટે છે અને આ મૃત પશુઓનાં અવશેષો નાશ પામ્યા બાદ પણ પ્લાસ્ટીક જેમનું તેમ રહે છે. પ્લાસ્ટીકનો નાશ થતાં ૧૦૦૦ વર્ષ લાગે છે. તેને બાળવાથી પણ તે પયૉવરણમાં ડાયોકસીન સહિત હાનિકારક વાયુઓ છોડે છે. પયૉવરણ માટે ભારોભાર નુકસાનકારક એવા પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જાગૃત નાગરિક તરીકે પયૉવરણ અને આરોગ્ય માટે ખુબ જ હાનિકારક એવા પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ ટાળીને દરેક વ્યક્તિ પયૉવરણને બચાવે તે હાલનાં ગ્લોબલ વોર્મિંગનાં સમયની માંગ છે. વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો વપરાશ સતત વધતો જાય છે.પ્લાસ્ટિક પ્રદૂષણથી ખોરાક અને પાણી પણ બાકાત રહયા નથી. પ્લાસ્ટિક બેગનો યૂઝ માત્ર એક મીનિટમાં થઇ જાય છે પરંતુ તેને પૃથ્વીમાં સડતા એક હજાર વર્ષ જેટલો સમય લાગે છે. જેમ બને એમ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળીને કાપડની બનેલી થેલીઓનો જ ઉપયોગ કરવો જોઈએ. સરકારે પણ સિંગલ યુઝડ પ્લાસ્ટિકથી બનેલી 19 જેવી પ્રોડેકટસ પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં પ્લાસ્ટિકની સ્ટીકવાળા ઈયરબડસ, કટલેરી, બલુન માટે પ્લાસ્ટિક સ્ટીક, પ્લાસ્ટિકનાં ઝંડા, પ્લાસ્ટિકની પ્લેટ, કેન્ડી સ્ટીક, કપ, આઈસ્ક્રીમ સ્ટીક, સિગારેટનું પેકેટ, સટ્રો, કાંટા, ટ્રે, ચમચી, રેપ કે પેક કરવાની ફિલ્મ, ચપ્પુ વગેરેનો સમાવેશ થાય છે. હવે જાગૃત થવાનો વારો લોકોને છે.    

પ્લાસ્ટિકનો તિરસ્કાર, પર્યાવરણનો પુરસ્કાર

કાપડની થેલીનો જ ઉપયોગ કરીએ  

                                                                મિત્તલ ખેતાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.