વડાપ્રધાન મોદીનો 19 ઓક્ટોબરે રાજકોટ પ્રવાસ, 5 હજાર કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 દિવસમાં બે વખત રાજકોટ જિલ્લાનો પ્રવાસ કરશે. 11 ઓક્ટોબરે જામકંડોરણામાં જનસભાને સંબોધશે. જ્યારે 19 ઓક્ટોબરે રાજકોટના પ્રવાસે આવશે. રાજકોટમાં પણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં 5 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનનો કાર્યક્રમ કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર, રેલવે સહિતના વિભાગો દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. જેમાં ઓવરબ્રિજ, લાઈટહાઉસ પ્રોજેક્ટ, સાયન્સ મ્યુઝિયમ, ખીરસરા GIDC, રાજકોટ-કાનાલુસ રેલવેના ડબલલાઈન સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ માહિતી કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.