ધરમનગર આવાસમાં બાળકો મામલે પત્ની સાથે ઝઘડતા યુવકને ચાર મિત્રોએ પાઇપ વડે ધોકાવ્યો
ધરમનગર આવાસમાં રહેતા રમેશભાઇ કુંવરજીભાઇ પોરીયા(કડીયા કુંભાર)(ઉ.વ.32)ની ફરિયાદ પરથી રાહુલસિંહ,અક્ષય,અમીત અને કાળુનું નામ આપતા કાર્યવાહી કરવામાં આવી છે.આ અંગે યુનીવર્સીટી પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી આદરી છે.
રમેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છુ અને રિક્ષા ડ્રાઇવિંગ કરી મારા પરીવાર નુ ગુજરાન ચાલાવુ છુ મારી પત્નીનું નામ શીતલ છે અને મારે સંતાનમા બે દિકરીઓ છે.તા.07/09 ના બપોરના હુ તથા મારી પત્ની શીતલ બન્ને અમારા બાળકો બાબતે ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં .4 અને 10 ની વચ્ચે આવેલ ચોક મા બોલાચાલી કરતા હતા.તે દરમ્યાન મારા મિત્રો રાહુલસિંહ તથા અક્ષય તથા અમિત તથા કાળુ ત્યાં આવ્યા અને મને કહેલ કે તુ કેમ તારી પત્ની સાથે બોલાચાલી કરે છે.તેવી વાત કરતા તે લોકોને મે કહેલ કે આ મારા ઘરનો મામલો છે.
તમે લોકો આમા ન પડો તેવી વાત કરતાં આ રાહુલસિંહ તથા અક્ષય બન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને મને ઢીકાપાટુ નો માર મારવા લાગ્યા હતા. બાદમાં મે તેઓ ને રોકવાની કોષીષ કરતા અમીત તથા કાળુ એ મને પકડી મને આ રાહુલસિંહ તથા અક્ષય મને માર મારવા લાગ્યા હતા અને બાદ હું નીચે પડી જતા આ રાહુલસિંહ તથા અક્ષય ક્યાકથી પ્લાસ્ટીક નો પાઇપ લઈ અને મને મારતા હતા.અમીત અને કાળુ મને ઢીકા પાટુ વડે માર મારવા લાગ્યા અને આ સમય દરમ્યાન દેકારો થતા આજુબાજુના ક્વાર્ટર ના માણસો આવી જતા મને મારા મોટાભાઇ સંજયભાઇ ત્યા આવી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.