તારીખ 18/06/2024 નાં રોજ બનેલી હત્યાની ઘટનામાં મૃતકનાં ભાઈ નો સંપર્ક કરતાં, જણાવ્યું હતું મારા ભાઈનાં મૃત્યુ પાછળ જવાબદાર આરોપીની માતા
હવે ગુજરાતના અમદાવાદમાં દિવસેને દિવસે વધતી જતી હત્યાઓની સંખ્યાને જોતા તેની સરખામણી યુપી સાથે કરી શકાય, અમે આ નથી કહી રહ્યા, આ તે લોકો કહી રહ્યા છે જેમને રોજ અખબારો વાંચવાની આદત છે, તે વડીલો કહી રહ્યા છે. . (નાટકીય રીતે એક વૃદ્ધ માણસની શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે) એક વૃદ્ધ માણસ વહેલી સવારે અખબાર વાંચવાનો પ્રયાસ કરે છે અને અખબાર વાંચતી વખતે જ્યારે તેને ખબર પડે છે કે ફલાણાએ ફલાણા કારણે ફલાણી જગ્યાએ એક ખૂન કર્યું , આ સમાચાર વાંચતાની સાથે જ ગુસ્સામાં અખબાર નીચે પટકી દે છે અને પછી ચહેરા પર ઉદાસીન ભાવ સાથે તે કહે છે કે આજના સમયમાં ખૂન અને લૂંટની ઘટનાઓ સિવાય અખબારોમાં બીજું કંઈ વાંચવાનું જ નથી, ગુજરાત રાજ્ય છે કે યુપી, લોકો પાસે હથિયારો ક્યાંથી આવે છે. ? આવા શબ્દો વડીલોના મુખમાંથી નીકળતા જોવા મળે છે.
વડીલોની વાત પણ સાચી છે, કારણ કે અમદાવાદ જેવા શાંતિપ્રિય શહેરમાં પણ તાજેતરમાં બે વિસ્તારમાં હત્યાની ઘટનાઓ બની હતી. જુહાપુરા વિસ્તારમાં 18/06/2024 ના રોજ એક ઘટના બની હતી, જેમાં ત્રણ નાના બાળકોના પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી લોકોમાં ભય ઓછો થયો ન હતો અને અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી વધુ એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી.અમદાવાદ જેવા શહેરમાં જીવલેણ બે-બે ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરતાં જોવા મળ્યા હતાં અને પોલીસ પ્રસાશન પર સવાલો ઉભા થયા હતા કે આવા અસમાજિક તત્વો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે?
વાત કરીએ જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાની,તો એક વ્યક્તિને તારીખ 18/06/2024 નાં રોજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મૃતક વ્યક્તિનું નામ સદ્દામ મોમીન હતું. હુમલો કરનાર મુખ્ય આરોપી મુસ્તકિમ ઉર્ફે મુસ્કિન અને મૃતક સદ્દામ વચ્ચે થોડા દિવસો પહેલાથી જ ઝઘડો ચાલતો હતો. હત્યાનો મુખ્ય આરોપી મુસ્તકિમ ઉર્ફે મુસ્કિન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એમ.ડી. ડ્રગ્સ નો નશો કરે છે અને વેચાણ પણ કરતો હતો. મૃતક સદ્દામ મોમીન તેના સાથીદારોએ ડ્રગ્સ વેચવાની ના પાડતા અંગત અદાવતમાં બે કે ત્રણ દિવસથી એકબીજા ઉપર હુમલા કરવાના પ્રયાસો કરાઈ રહ્યા હતા. ત્યારે અચાનકથી મુશ્કિલ ગ્રુપનું 15 થી 20 જણાનું ટોળું મંગળવારે રાત્રે તિક્ષ્ણ હથિયારો સાથે આવી ગયું હતું અને હુમલો કર્યો હતો.આ ઘટનામાં સદ્દામ મોમીન નું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ વેજલપુર પોલીસને થતાં વેજલપુર પોલીસ સ્ટેશનનાં સેકન્ડ પીઆઈ એક ટીમ સાથે તેમજ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાને લઈને મૃતકનાં ભાઈ સજ્જાદ હુસેન મોમીન એક નવો ખુલાસો કર્યો હતો કે મુસ્તકીમ ઉર્ફે મુસ્કિનને એની માતા કે જેમનું નામ સાયરા તેણીએ ઉપસાવ્યો હતો.આ ઘટના બાદ કેટલાક વીડિયો વાયરલ થયાં હતાં.એક વાયરલ વીડિયો અમારી ટીમ પાસે પણ આવ્યો હતો.જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે હુમલો કરનાર વ્યક્તિઓ એક ઘરમાંથી હથીયારો લાવે છે.જયારે અમે આ વિશેની વધું માહિતી મેળવી તો જાણવાં મળ્યું હતું કે જે મકાનમાંથી આરોપીઓ હથીયાર લાવી રહ્યા હતા તે મકાન મુસ્તકીમ ઉર્ફે મુસ્કિન એટલે કે તેની માતા સાયરા નું મકાન છે.
આ સ્પષ્ટતા અમને મૃતક સદ્દામ મોમીન નાં ભાઈ સજ્જાદ મોમીન દ્વારા કરવામાં આવી હતી. મૃતકનાં ભાઈ નો જ્યારે અમે સંપર્ક કર્યો હતો ત્યારે સાક્ષાત્કાર દરમિયાન આ ખુલાસો કરવામાં આવ્યો હતો.
મૃતકનાં ભાઈ નો સાક્ષાત્કાર દરમિયાન નો વીડિયો આપ જોઈ અને સાંભળી શકો છો. તેઓ વેજલપુર પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ છે અને તેમને વેજલપુર પોલીસ પર પૂર્ણ ભરોસો છે કે મારા ભાઈની હત્યાના તમામ દોષીઓને તેઓ સજા અપાવીને જ રહેશે.
અમે અહીં ઘટનાં બાદ નાં અને મૃતક નાં ભાઈનો સાક્ષાત્કાર નો વીડિયો પ્રસ્તુત કર્યો છે.
રિપોર્ટ બાય: સૌરાંગ ઠક્કર, અમદાવાદ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.