મોડાસા તાલુકાના ઇટાડી ગામે પાણી ભરાયા. - At This Time

મોડાસા તાલુકાના ઇટાડી ગામે પાણી ભરાયા.


સમગ્ર અરવલ્લી જિલ્લામાં રાત્રે મુશળધાર વરસાદ ખબકતા ઠેર ઠેર પાણી ભરાતા જન જીવન અસ્ત વ્યસ્ત થયું હતું. ત્યારે ઇટાડી ગામના ચોકડી વિસ્તારમાં પાણીનો નિકાલ ના હોવાના કારણે કેડ સામું પાણી ભરાઈ જતા લોકો પરેશાનીમાં મુકાયા, કેટલાક ઘરોમાં ઢોર માટે રાખેલો ઘાસચારો પલડી ગયો હતો. કેટલાક ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તથા સામાન પલળીગયો. પાણીના ઓસરે તો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ચોકડી વિસ્તાર માં રીતસરનું તળાવ બની ગયું. સમગ્ર વિસ્તારના ઘરો, લારી ગલ્લાઓ બોટમાં હોય એવા દ્રશ્યો સર્જાયા છે.ગત દિવસો માં એક ગાયનું પણ મૃત્યુ થયું હતું. પાણી ભરવાના કારણે વારંવાર નાના બાળકો બીમાર પડી જાય છે. ગામલોકોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. થોડા દિવસ જો આ રીતે પાણી ભરાઈ રહેશે તો ભયંકર રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નઈ,ત્યારે તંત્ર દ્વારા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી રહીશોની માગણી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.