ગઢડીયામાં અગાઉ કરેલી ફરિયાદની દાઝ રાખી યુવક પર હુમલો કરાયો
ગઢડીયામાં અગાઉ કરેલી ફરિયાદની દાઝ રાખી યુવક પર હુમલો કરાયો
બોટાદના ગઢડીયા ગામે ચાર માસ પહેલાં કરેલી ફરીયાદની દાઝ રાખી યુવકને માર મારી વાડીનો સમાન તોડી રૂ.15 હજારનું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બોટાદ પોલીસમાં ફરિયાાદ નોંધાઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે મળતી માહીતી મુજબ બોટાદના ગઢડીયા ગામે રહેતાં ચતુરભાઈ મોતીભાઈ શીયાળ (ઉ.આ.વર્ષ 50) ને તા. 25 એપ્રિલ 2024ના રોજ મોબાઈલમા ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે ગભરૂભાઈ ભીખુભાઈ ધાધલ (રહેવાસી ચોરવીરા) બોલું છું અને કહેવા લાગ્યાં હતા કે તારા ભાઈના દીકરા હરેશે ગભરૂભાઈ ઉપર કરેલો કેશ પાછો ખેચ્યા વગર માવજીભાઈ મોરબી કેમ રહેવા જતા રહ્યા છે? તેમ કહી ત્રણ દિવસમાં માવજીભાઈને અહી બોલાવી કેશ પાછો ખેંચાવી નાંખજે. જો કેશ પાછો ન ખેંચે તો હું તારા દીકરા અશોકને રોડ ઉપર નહીં ચડવા દઉં કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ચતુરભાઈને થયું કે આ માત્ર ધમકાવવા માટે ફોન કર્યો હતો. પરતુ બીજા દિવસે સવારના ચતુરભાઈ અને તેમના પત્નિ બાઇક લઈ વાડીએ જઈ જોતા ગભરૂભાઈએ વાડીમાં તોડ ફોડ કરી કિંમત રૂ.15 હજારનું નુકસાન પહોચાડ્યુ હતુ. આ બનાવ અંગે ચતુરભાઈએ ગભરૂભાઈ ધાધલ વિરૂદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.