તા.૧૦ જાન્યુઆરીના રોજ બરવાળા તાલુકાકક્ષાનો (ગ્રામ્ય-નવમાં તબક્કાનો ) સેવા સેતુનો કાર્યક્રમ ખમીદાણા ગામની સરકારી શાળા ખાતે યોજાશે
ખમીદાણા, જુનાનાવડા, નવાનાવડા, કાપડીયાળી, ઢાઢોદર, ચોકડી, વાઢેળા, અંકેવાળીયા, શાહપુર,નભોઇ-પીપરીયા અને રામપરા ગામના લોકો પોતાના પ્રશ્નો-રજુઆતો સ્થળ ઉપર કરી શકશે
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજવાનુ નક્કી કરેલ છે જેના ભાગરૂપે બરવાળા તાલુકાના ખમીદાણા ગામે સરકારી શાળામાં તા.૧૦/૦૧/૨૦૨૪ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી સેવા સેતુનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના ખમીદાણા, જુનાનાવડા, નવાનાવડા, કાપડીયાળી, ઢાઢોદર, ચોકડી, વાઢેળા, અંકેવાળીયા, શાહપુર,નભોઇ-પીપરીયા અને રામપરા મળી કુલ-૧૨ ગામના લોકો પોતાના પ્રશ્નો-રજુઆતો સ્થળ ઉપર કરી શકશે સેવા સેતુના કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, વ્રુધ્ધ નિરાધાર સહાય તેમજ રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી શકાશે, તેમ બરવાળાના મામલતદારની અખબારી યાદીમાં જણાવાયું છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.