ચણા કફ અને પિત્તના રોગમાં ફાયદાકારક - At This Time

ચણા કફ અને પિત્તના રોગમાં ફાયદાકારક


ચણામાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોય છે. ગુણોનો ભંડાર સમાન ચણામાંથી અનેક વાનગીઓ બને છે. જેમકે, ચણાના લીલા દાણાનું શાક તેમજ ખીચડી થાય છે અને તે સ્વાદિષ્ટ લાગે છે. સૂકા ચણા શેકીને ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. તેને પીસીને તેના લોટમાંથી સેવ, ગાંઠિયા, ફાફડા, ભજિયાં, ખમણ ઈત્યાદિ બને છે. તેમાંથી મગજ, મૈસૂર, બુંદી, મોતીચુરના લાડું અને મોહનથાળ વગેરે પૌષ્ટિક વાનગીઓ બને છે. ચણા ઠંડા, રુક્ષ, હલકા, ભૂરા, ઝાડાને રોકનાર, તે પિત્ત, લોહીવિકાર, કફ અને તાવને મટાડનાર છે.

દોષ
ચણા કોઢનો વધુ પ્રકોપ કરનાર હોઈ તેમજ પથરીના રોગીઓને નુકસાન કરે. છે તેથી તેમના માટે તેનું સેવન હિતકારી નથી. વળી ચણાનું વધુ પડતું સેવન પેટમાં વાયુ પેદા કરે છે તેથી આહારમાં તેનો અતિરેક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આહારમાં ઉપયોગ વખતે લેવાની કાળજીઓ
(૧) ચણામાં પ્રોટીન સૌથી વિશેષ પ્રમાણમાં છે. તેમાં ચૂનાનું તત્ત્વ પણ છે. પાણીમાં ભીંજવી ફણગાવેલા ચણામાંથી વિટામિન બી ૧ મળે છે તેમજ ચણાનાં કુમળાં તાજાં પાનમાંથી વિટામિન બી અને સી મળે છે.
(૨) ચણાની તળેલી મસાલેદાર દાળ પણ બને છે.
(૩) કફ તથા પિત્તના રોગમાં ચણા ફાયદો કરે છે.
(૪) ચણાનાં પાનની ભાજી બનાવી ખાવાથી પિત્તજ્વર મટે છે.

ઔષધીય ગુણ

(૧) ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર માલિશ કરવાથી શરીર ગૌર વર્ણનું અને તેજસ્વી બને છે. (૨) ચણાના લોટને પાણીમાં રગડીને મધ મેળવી લગાડવાથી અંડકોષનો સોજો મટે છે.
(૩) ચણાના લોટમાં થોડો ગૂગળ અને હળદર મેળવી ગરમ કરી બાંધવાથી ગાંઠ કે બદની ગાંઠ બેસી જાય છે.
(૪) ગોળની સહેજ ગરમ ચાસણીમાં ચણાનાં ફોતરાં મેળવી બાંધવાથી હાથ-પગનો મચકોડ મટી જાય છે.
(૫) ચણાનાં ફોતરાં અથવા તેનાં પાનનો ભૂકો ચલમમાં ભરીને પીવાથી ઠંડી લાગવાથી કે આમશયન વિકૃતિથી થયેલી હેડકી શાંત થાય છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.