જસદણના આટકોટ રોડ પર રહેતા કારચાલક અને કાર માલિકને રૂપિયા 59 લાખનું કોર્ટ દ્વારા વળતર ચૂકવવા આદેશ
જસદણના આટકોટ રોડ પર રહેતા કારચાલક અને કાર માલિકને રૂપિયા 59 લાખનું કોર્ટ દ્વારા વળતર ચૂકવવા આદેશ કેસની વિગત મુજબ તા.૨/૮/૨૦૧૩ના રોજ એસટીબસના કડકટર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ એડવોકેટ અજય જોષી કરશનભાઈ ચાંવ રીક્ષામાં બેસ જઈ રહ્યા હતા ત્યારે જીજે ૧૧-એસ-૯૧૭૧ નંબરની કારે રીક્ષાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું મોત નિપજયું હતું. જેથી બી.ડિવિઝન પોલીસ મથકે કારના ચાલક મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણી (રહે.જસદણ) સામે ગુનો દાખલ થયેલો પોલીસ તપાસમાં હકીકત સામે આવી હતી કે બે વર્ષ પહેલા આ કાર હરીશચંદ્રસિંહ હેમુભા જાડેજાએ વેચી નાખી હતી. પરંતુ આરટીઓ રજીસ્ટરમાં નામ ટ્રાન્સફર કરાવ્યું ન હોતું. ઉપરાંત કારનો વિમો પણ ઉતારવામાં આવ્યો ન હોતો. કોર્ટમાં મૃતકના વારસદારોએ વળતર માટે ફરિયાદ કરતા કોર્ટ વારસદારોના વકીલે કરેલી દલીલો અને સુપ્રિમ કોર્ટના ચુકાદા ટાંકી કરેલી રજૂઆત ધ્યાનેલઈ રૂ।.૫૯ લાખનું વળતર ચુકવવા હુકમ કરેલ. કારનો વિમાને હોવાથી આ વળતરની રકમ કાર ચાલક અને કારના માલિકે ચુકવવી પડશે.આ ચુકાદો જે વાહન ચાલક વિમો નથી ઉતરાવતા અને જે વાહન ચાલક વાહન વેચ્યા બાદ આરટીઓમાં નામ ટ્રાન્સફર નથી કરાવતા તેઓ માટે બોધપાઠ રૂપ છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.