વીંછિયામાં દેવધરી ગામે વીરજી મૂળિયાના મકાનમાં થઈ ચોરી
વીંછિયામાં દેવધરી ગામે વીરજી મૂળિયાના મકાનમાં થઈ ચોરી
વિછીયા તાલુકાના દેવધરી ગામે વીરજીભાઈ મૂળિયા જાતે પ્રજાપતિ ધંધો ખેતી તથા વેપાર રહેવાસી દેવધરી જેમની ઘરે ચોરીનો બનાવ બન્યો છે જ્યારે તેઓ દેવધરી ગામે આવેલી ઇટોના ભઠે હતા ત્યારે આ આશરે 2:00 વાગે તેમના દીકરા દ્વારા જાણ થઈ હતી કે તેમની ઘરે ઓસરીની જાળી તથા ઘરના દરવાજા ખુલ્લા છે અને ત્યાં સુરેશભાઈ પહોંચતા અને એક છોકરો ઘરની ફળિયામાં સૂટકેસ લઈ ને બહાર ઉભેલ હતો ત્યારે છોકરા ની ઉભો રહેતા તેમ કહેતા છોકરો વંડી ટપીને ધાર તરફ દોડી ભાગેલ અને આગળના રસ્તા પર એક મોટરસાયકલ લઈ બીજો માણસ ઊભો હતો જેની પાછળ બેસી તુરખા ગામ તરફ ભાગી ગયો હતો. અને ઓશરીના દરવાજાની જાળીને તાળું મારવાનું નકુચો કાપી ખુલ્લી અંદરના રૂમના દરવાજા કબાટમાં રહેલ વસ્તુ બહાર ફેંકી વેરવિખેર કરી અને રોકડ રકમ 5000 રૂપિયા રાખેલ હતા તે ચોરી કરી લઈ ગયેલ હતો તેને ઘરે લગાવેલ કેમેરામાં છોકરો દેખાય છે જે આશરે ૧૯ થી ૨૦ વર્ષ ઉંમરનો હોય તેવું લાગી રહ્યું છે અને વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ આદરી છે.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.