મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે શ્રી નેહા કુમારી કાર્યભાર (હવાલો) સંભાળ્યો
મહીસાગર કલેકટર અને જિલ્લા જિલ્લા મેજીસ્ટ્રેટ તરિકે નિમણૂંક થતા શ્રી નેહા કુમારીએ કાર્યભાર (હવાલો) સંભાળી લીધેલ છે. નેહા કુમારી આ અગાઉ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. તેથી મહીસાગરની ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. જેનો લાભ જિલ્લાને ચોક્કસ મળશે.
તેમની પરિચિતતાથી જિલ્લાની જિલ્લાના નિર્ણયોમાં ચોક્કસ ઝડપ આવશે અને વહીવટી કામમાં ગતિશીલતા જોવાં મળશે.
ભારતીય સનદી સેવાઓમાં સને-૨૦૧૫ ની સાલમાં પસંદગી પામેલા શ્રી નેહા કુમારીએ આ પહેલા અમદાવાદ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. અગાઉ મહીસાગર તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવારત રહી ચૂક્યા છે
શ્રીમતી નેહાકુમારી ઝારખંડના વતની અને બી.ઈ ઈલેક્ટ્રીકલ / ઇલેક્ટ્રોનિક્સ ની પદવી ધરાવતા મહેનતૂ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાથી મહીસાગર જિલ્લાને તેમની વિશિષ્ટ સેવાઓનો પણ વિશેષ લાભ મળી રહેશે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.