શેરીમાં જાત જલાવી વૃધ્ધા જયાબેન મેઘાણીનો આપઘાત
શહેરના મવડી વિસ્તારમાં આવેલા રામધણ આશ્રમ પાસે, સાવન બંગલોઝમાં રહેતા જયાબેન કેશુભાઈ મેઘાણી (ઉ.60) નામના વૃધ્ધાએ પોતાના ઘર પાસે શેરીમાં જાત જલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે પાંચ વાગ્યે રામધણ આશ્રમ પાસે સાવન બંગ્લોઝમાં રહેતા જયાબેન ઘરની બહાર નીકળ્યા હતા. શેરીમાં આવી કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી દીવાસળીની કાંડી ચાંપી દીધી હતી.
આવા સમયે જ પાડોશી જોઈ જતા દેકારો મચી ગયો હતો. તુરંત 108માં જાણ કરાતા એમ્બ્યુલન્સના ઈએમટી ડોકટરે આવી જોઈ તપાસી જયાબેનને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ દોડી આવી હતી. કાગળ-કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાબેનને સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે. પતિ કેશુભાઈ નિવૃત જીવન જીવે છે. જયાબેને માનસીક બીમારીથી કંટાળી પગલું ભયુર્ં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.