ફુલગ્રામ ગામના ત્રીપલ મર્ડર કેસના પુરાવા ૫ દિવસમાં એકત્ર કરી કુલ ૧૦૦૮ પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ.
તા.13/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાનાં જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડરનો બનાવ બનવા પામેલ જે બનાવમાં આરોપી અગરસંગ નાગજીભાઇ માત્રાણીયા રહે.મુળ મોરવાડ તા.ચુડા હાલ રહે.ફુલગ્રામ જી.સુરેન્દ્રનગર વાળાએ શેરીમાંથી પસાર થતી ગટર લાઇન જેવી નજીવી બાબતમાં છરી વડે (૧) હમીરભાઇ કેહરભાઇ મેમકીયા ઉ.વ.૬૫ (૨) ધર્મેન્દ્રભાઇ સ/ઓફ હમીરભાઇ કેહરભાઇ મેમકીયા ઉ.વ.૩૫ (૩) દક્ષાબેન વા ઓફ ધર્મેન્દ્રભાઇ હમીરભાઇ મેમકીયા ઉ.વ.૩૨ રહે.ત્રણેય ફુલગ્રામ જી. સુરેન્દ્રનગર વાળાઓની ધોળા દિવસે નિર્મમ હત્યા કરેલ જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તુરત જ ઘટના સ્થળે પહોંચી જઇ આ કામેના મરણજનારના કુટુંબી હિતેષભાઇ હમીરભાઇ મેમકીયા ઉ.વ.૩૬ રહે.કુલગ્રામ,ભાથીજી મારાજના મંદીર પાસે તા.વઢવાણ વાળાની ફરીયાદ લઇ જોરાવરનગર ગુ.ર.નં.૧૧૨૧૧૦૨૫૨૩૦૦૪૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ મુજબનો ગુન્હો તા.૦૬/૦૨/૨૦૨૩ ના કલાક.૧૭/૦૦ વાગ્યે રજીસ્ટર કરવામાં અને આ ગુન્હાની તપાસ જોરાવરનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.જે.જાડેજા નાઓને સોંપવામાં આવેલ,આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા હરેશ દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા તથા લિંબડી ડીવાયએસપી સી.પી.મુંધવા તથા એલસીબી તથા એસઓજી ના અધિકારીઓ તથા કર્મચારીઓ તથા જીલ્લાના અન્ય અધિકારીઓ દ્વારા બનાવ સ્થળની વિઝીટ કરવામાં આવેલ અને આ કામના આરોપીને બનાવના જગ્યાએથી જ તુરત જ હસ્તગત કરવામાં આવેલ સદરહુ ગુન્હા કામે છે અશોકકુમાર યાદવ,પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ,રાજકોટ નાઓ દ્વારા તમામ પુરાવાઓ એકત્રિત કરી નિષ્પક્ષ તપાસ કરવા માટે સુચના આપેલ જે મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાત તથા ડીવાયએસપી એચ.પી.દોશી તથા નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓ તરફથી જરૂરી સુચના માર્ગદર્શન આપી જે અન્વયે સદરહુ ગુન્હો ગંભીર પ્રકારનો ત્રિપલ મર્ડરનો ગુન્હો હોય અને મરણજનારના બન્ને બાળકો નિરાધાર થઇ ગયેલ હોય જેથી તેઓના પરીવારને ઝડપથી ન્યાય મળે અને ન્યાયિક પ્રક્રીયા ઝડપથી થઇ શકે તે માટે ચુનીંદા કેસમા આ કેસની પસંદગી થયેલ અને આ કામેના મરણજનારના પરીવારને ન્યાય મળે તે માટે પુરતા પુરાવા મેળવી સત્વરે ચાર્જશીટ કરવા ઉપરી અધિકારીને સુચના મળેલ હોય જે અન્વયે આ ગુન્હા કામે કોઇપણ પો.સ્ટે પુરાવા એકત્રિત કરવાના બાકી ન રહે અને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ તમામ પ્રકારના પુરાવા મેળવી નિષ્પક્ષ રીતે પુર્ણ કરી ઝડપથી ચાર્જશીટ કરવા સુચના થઇ આપી જેથી જોરાવરનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ટીમવર્કથી સઘન તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ અને આ કામે કુલ ૮ પંચનામા તથા એફ.એસ.એલ પુરાવા તથા ટેકનિકલ પુરાવા તથા મેડીકલ પુરાવા મળી કુલ ૬૭ સાહેદોના નિવેદનો તુરત જ મેળવવામાં આવેલ છે તેમજ આ કામે જરૂરી સાહેદોના સી.આર.પી.સી.કલમ ૧૬૪ મુજબના નિવેદનો લેવડાવી આરોપી વિરૂધ્ધ તપાસને લગતા પુરાવા દિન ૫ માં એકત્રિત કરી મરણજનારના બન્ને નિરાધાર બાળકો તથા પરીવારને ઝડપથી ન્યાય મળે અને ન્યાયિક પ્રક્રીયા ઝડપથી થઇ શકે તે માટે આરોપી વિરૂધ્ધ આજરોજ કુલ ૧૦૦૮ પેજનુ ચાર્જશીટ કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.