સુરેન્દ્રનગરમાં આકાશ મોબાઇલ પાસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા. - At This Time

સુરેન્દ્રનગરમાં આકાશ મોબાઇલ પાસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા.


તા.14/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામ લક્ષી કામગીરી કરવા વી.વી.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેકટર એલસીબી સુરેન્દ્રનગરને સુચના આપેલ હોય. જે અન્વયે વી. વી. ત્રિવેદીએ એલ. સી. બી. ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અંગે જીલ્લામાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, જુગારની અસામાજીક પ્રવૃતિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકકીકત મેળવેલ કે બે ઇસમો આકાશ મોબાઇલ પાસે રોડ ઉપર જાહેરમાં હાલે રમાતી વેસ્ટ ઇન્ડીઝ ઝીમ્બાબ્વે વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચમાં બંને ટીમના પહેલા તથા બીજા દાવના ખેલાડીઓ સિલેકટ કરી ચીઠ્ઠીઓ બનાવી તે સિલેકટ કરેલ ખેલાડીઓમાંથી જે વ્યકિતના ખેલાડી વધુ રન કરે તે જીતે તે રીતેનો પૈસાની હારજીતનો ક્રિકેટ મેચના કેલેન્ડરનો જુગાર રમી રમતા હોય તેવી ચોકકસ હકીકત મળતા એલસીબી ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે તાત્કાલીક બાતમી હકીકતવાળી જગ્યાએ છાપો મારતા આરોપીઓ અશ્ર્વિનભાઇ નટવરભાઇ કઠેચીયા ઉ. 27 રહે. દાણાવાડા તા. મુળી દશરથભાઇ ચમનભાઇ ભુસડીયા ઉ. વ. 24 રહે. કરણગઢ તા. વઢવાણ વાળાઓ પૈસાની હારજીતનો ક્રિકેટ મેચના કેલેન્ડરનો જુગાર રમી રમાડી રોકડા રૂા. 13,500 તથા ક્રિકેટ મેચને લગતુ સાહિત્ય ચિઠ્ઠીઓ તથા મોબાઇલ ફોન નંગ 1 મળી કુલ રૂા. 14000 ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરેલ હોય તમામ મુદામાલ કબજે કરવામા આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon