હરીપર ગામના બીડ વિસ્તારમાંથી ૧૩૮ બોટલ દારૂ ઝડપાયો
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હરીપર ગામની બીડ વિસ્તારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ગણના પાત્ર કેસ ગઢડા પોલીસ ટીમે શોધી કાઢ્યો હતો ગઢડા પોલીસ સ્ટેશનના પી.આઈ એમ જે જાડેજા ની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી રાહે ગઢડા તાલુકાના હરીપર ગામની હોળાયા જવાના કાચા રસ્તે આવેલ બીડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામમાં આરોપી સંજય લાલજીભાઈ ઉર્ફે વાલજીભાઈ સાકળીયા (રહે ગઢડા સામા કાંઠા) ને ભારતીય બનાવટની વિદેશી દારૂની 138 બોટલ જેની કિંમત રૂપિયા 58,800 તેમજ eeco ફોરવીલ ગાડી કિંમત રૂપિયા બે લાખ તેમજ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5,000 મળીને કુલ મુદ્દા માલ કિંમત ₹2,63,800 સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.