શહેરા- નગરપાલિકાની બીજા ટર્મમા પ્રમુખપદ રચનાબેન શાહ અને ઉપપ્રમુખ પદ મહેન્દ્રસિંહ સોલંકીની વરણી કરવામા આવી
શહેરા,
પંચમહાલ જીલ્લાની ભાજપ શાસિત શહેરા નગરપાલિકાની પહેલી ટર્મ પુરી થઈ હતી.આજે બીજી ટર્મ માટે પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ અન ઉપપ્રમુખની ચુટણી યોજાઈ હતી.જેમા પ્રમુખ તરીકે રચનાબેન જીગ્નેશકુમાર શાહ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ સોલંકીની વરણી કરવામા આવી હતી. તેમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવામા આવી હતી.
શહેરા નગરપાલિકામાં પ્રમુખ અન ઉપપ્રમુખની પહેલી ટર્મ સમાપ્ત થઈ જતા સોમવારના 12મી એપ્રિલના રોજ ચુટણી યોજાઈ હતી શહેરાનગરપાલિકાના પ્રમુખનો તાજ પહેરશે તેવી અટકળો ચાલી હતી.જેમા આખરે મેન્ડેટ ખોલતા પ્રમુખ પદ મહિલા કોર્પોરેટર રચનાબેન શાહના નામની જાહેરાત કરવામા આવી હતી. તેમજ ઉપપ્રમુખ પદ તરીકે મહેન્દ્રસિંહ સોલંકીનુ નામ જાહેર કરવામા આવ્યુ હતુ.અન્ય હોદ્દાઓની વરણી કરવામા આવી હતી.જેમા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સુરેશભાઈ બારીયા અને શાસક પક્ષના નેતા તરીકે રૂપસિંહ બારીઆની વરણી થઈ હતી. નવીન પ્રમુખ,ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના સમર્થકો દ્વારા હાર પહેરાવી મોઢું મીઠું કરાવી પાલિકાના પટાંગણમાં આતશબાજી કરવામાં આવી હતી.સાથે અભિનંદન પણ આપવામા આવ્યા હતા.આ ચુટણી પ્રકિયામાં પંચમહાલ ભાજપ જિલ્લા મંત્રી અને શહેરા તાલુકા ભાજપ પ્રભારી પરેશ ચૌહાણ સાથે શહેરા તાલુકા પ્રભારી ભાનુબેન બારીયા,પાલિકાના મુખ્ય અધિકારી તેજલબેન મુંધવા પ્રાન્ત અધિકારી એન.કે.પ્રજાપતિ સહિત નગરપાલિકાના કોર્પોરેટરો,ભાજપા અગ્રણીઓ,કાર્યકરો હાજર રહ્યા હતા. નવીન પ્રમુકે મિડીયા સાથેની વાતચીતમા સુધારા વધારા કરવાની વાતને પ્રાધાન્યતા આપી હતી.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ શહેરા
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.