રખડતાં ભટકતા બાળકને સોનગઢ ગામે થી શોધી કાઢી બાલા આશ્રમમાં સોપી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતી સોનગઢ પોલીસ ટીમ
પોલીસ મહાનિરીક્ષક ગૌત્તમ પરમાર, ભાવનગર રેન્જ,
ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. હર્ષદ પટેલ
સાહેબનાઓએ ગુમ અપરહરણ થયેલ બાળકોને શોધી
કાઢવા સુચના આપેલ. જે અનુસંધાને મીહીર બારીયા
નાયબ પોલીસ અધિક્ષક પાલીતાણા વિભાગનાઓના
તથા સર્કલ પો.ઇન્સ શ્રી જે.આર.ભાચકનના માર્ગદર્શન
મુજબ સોનગઢ પો.સ્ટે.ના ગુમ અપહરણ થયેલ બાળકો
શોધી કાઢવા સુચના આપેલ હતી. જેથી સોનગઢ
પોલીસ સ્ટેશન પો. સબ ઇન્સ. ડી.વી. ડાંગર તથા
પોલીસ સ્ટાફના માણસો પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં
હતા તે દરમ્યાન સોનગઢ ગામે બસ સ્ટેન્ડ ખાતે એક
શાળાનો ડ્રેસ પહેરેલ બાળક રડતી હાલતમાં મળી
આવતા મજકુર બાળકનુ નામ ઠામ જાણી તેમજ વાલી
વારસ બાબતે તપાસ કરતા બાળકના પીતા મરણ
ગયેલ હોય તેમજ માતા બાળકનુ ભરણપોષણ કરી
શકતા ન હોય અને શાળાના પહેરેલ યુનીફોર્મ ઉપરથી
તપાસ કરતા બાળક શ્રી નંદકુંવરબા બાલાશ્રમ
ભાવનગ૨ પાની સંસ્થામા આશ્રીત બાળક હોય જેથી
બાલાશ્રમ સંસ્થાનો સંપર્ક કરી સંસ્થાને બાળક પરત
સોપી આપી માવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડેલ
છે. કામગીરી કરનાર ટીમઃ- પો.સબ.ઇન્સ ડી.વી..
ડાંગર તથા સોનગઢ પોલીસ સ્ટાફના હેડ કોન્સ.
શક્તિસિંહ ગોહિલ તથા પો.હેડ. કોન્સ. પાર્થરાજસિંહ
ગોહિલ તથા પો.કોન્સ યશપાલસિંહ ગોહિલ વિ.
સ્ટાફના માણસો જોડાયા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.