કામગીરી પૂરજોશમાં: પ્રાંતિજથી હિંમતનગર ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ
હિંમતનગર રેલવે સ્ટેશનની ઈલેક્ટ્રિફિકેશન કામગીરી પૂરજોશમાં
અસારવાથી ઉદેપુર રેલવે લાઈન પર રેલવે વિભાગ દ્વારા ઇલેક્ટ્રિફિકેશન કામગીરી શરૂ કરાયા બાદ નિયમિત અંતરાલે વધતો લંબાતો ગયો છે ત્યારે હવે અસારવાથી રખિયાલ સુધી ઈલેક્ટ્રિફિકેશન લાઈનનું કામ પૂર્ણ થતાં 31 માર્ચ સુધીમાં સીઆરએસ થવાના સંજોગો ઉજળા બન્યા છે. તદુપરાંત પ્રાંતિજથી હિંમતનગર સુધીની કામગીરી પૂર્ણ થઇ છે. અને હિંમતનગર રેલવે સ્ટેશન પર પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.
અસારવાથી ઉદેપુર રેલવે લાઈન પર ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ કાર્યાન્વિત કરાયા બાદ ટાઈમ લાઇન મુજબ કામગીરી પૂરી થઇ નથી.અસારવાથી હિંમતનગર સેક્શનમાં બે કંપનીએ કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ ડુંગરપુરથી હિંમતનગરની ઈલેક્ટ્રિફિકેશન કામગીરી ચાલી રહી હતી અને લેબર જતા રહ્યા છે. જ્યારે રખિયાલથી પ્રાંતિજ વચ્ચે હાલમાં કામગીરી ચાલી રહી છે અને તલોદ રેલવે સ્ટેશન પાસે પાવર સ્ટેશન બનાવવા માટેની કામગીરી પણ હાથ ધરાઇ છે. આ પાવર સ્ટેશન કાર્યરત થાય ત્યાં સુધી અસારવા થી પાવર લવાશે.આગામી સમયમાં અસારવાથી હિંમતનગર સુધી ઇલેક્ટ્રિફિકેશન કામગીરી ઝડપી પૂર્ણ થઇ શકે છે.બીજી તરફ ઉદેપુરથી હિંમતનગરની ચાલતી કામગીરીમાં પૂરજોશમાં ચાલતી કામગીરી હાલમાં લેબર જતાં રહેવાને કારણે અટકી છે. જેમ જેમ બે રેલવે ટ્રીપ વચ્ચે બ્લોક મળતાં જાય છે તેમ તેમ હિંમતનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં 3 પર બે રેલવે લાઈન પર આઉટરથી ઈલેક્ટ્રિફિકેશની લાઈન લગાવાઇ રહી છે. હવે પ્લેટફોર્મ નં 1 અને 2 પરની મુખ્ય લાઈન સહિતની રેલવે લાઈન પર ઇલેક્ટ્રિફિકેશની કામગીરી બ્લોક મળતાં કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.