આણંદ જિલ્લાના મહી નદી કિનારાના ચાર તાલુકાના ૨૬ ગામોને એલર્ટ કરાયા - At This Time

આણંદ જિલ્લાના મહી નદી કિનારાના ચાર તાલુકાના ૨૬ ગામોને એલર્ટ કરાયા


આણંદ જિલ્લાના મહી નદી કિનારાના ચાર તાલુકાના ૨૬ ગામોને એલર્ટ કરાયા

વણાકબોરી વિયર પર કુલ ૧૧ કયુસેક પાણીનો પ્રવાહ પસાર થવાની શક્યતા

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમ તેમજ પાનમ ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે  મહીકાંઠાના ગામોને કરાયા સાવધાન

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમ તેમજ પાનમ ડેમમાંથી પણ મહી નદીમાં પાણી છોડવામાં આવી  રહ્યું છે.જેને પગલે આણંદ જિલ્લાના મહી નદી કિનારાના ચાર તાલુકાના ૨૬ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા આવી રહ્યા છે. 
 પાનમ જળાશયમાંથી બે લાખ કયુસેક પાણી છોડવાનું આયોજન છે. જેથી વણાકબોરી વિયર પર કુલ ૧૧ કયુસેક પાણીનો પ્રવાહ પસાર થવાની શક્યતા છે. જે ધ્યાને લઇને તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
 
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ૧૨,બોરસદના ૦૮,આણંદના ૦૪ અને ઉમરેઠ તાલુકાના ૦૨ સહિત કુલ ૨૬ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. એલર્ટ  કરાયેલ ગામો નીચે મુજબ છે

આંકલાવ તાલુકાના ગામો

ચમારા,બામણગામ,ઉમેટા,ખડોલ- ઉ,સંખ્યાડ,કહાનવાડી,આમરોલ,ભાણપૂરા,આસરમા,નવાખલ,ભેટાસી વાટા,ગંભીરા

બોરસદ તાલુકાના ગામો

ગાજણા, સારોલ, ખાનપુર, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર, વાલવોડ

આણંદ તાલુકાના ગામો

ખાનપુર, ખેરડા, આકલાવડી, રાજુપુરા

ઉમરેઠ તાલુકાના ગામો 

પ્રતાપુરા, ખોરવાડ


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.