પાનમ પાટીયા થી ૧૪ કિ.મી પનામડેમ રોડ બિસ્માર્ક હાલતમાં - At This Time

પાનમ પાટીયા થી ૧૪ કિ.મી પનામડેમ રોડ બિસ્માર્ક હાલતમાં


પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલા કેટલાક ગ્રામીણ વિસ્તારમાં જતા રસ્તાઓ બિસ્માર હાલતમા જોવા મળતા રાહદારી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાનમ પાટીયાથી 14 કિ.મી પાનમ ડેમ રસ્તો આવેલ છે જે હાલ બિસ્માર્ક હાલતમાં હોઈ જે રાહદારીઓ ખાડા ખાબોચિયા પડી ગયા હોય ખરાબ હાલત રોડની બનીગઈ હોય તંત્ર કોઈ અનિશ્ચિત ધટના બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેમાં કેટલાક ગામોનો પાસે આવેલા કોઠા બોરિયા , આસુદરિઆ ઉડારા સહિતના ગામોને જોડતો પાકો રસ્તો બિસ્માર હાલતમા છે.જેને લઈને લોકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે. પાકા રસ્તા પર કેટલીક જગ્યાઓ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે.હ અહી આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.લોકોનુ કહેવુ છે.108જેવી ઇમરજન્સી એમ્બ્યુલન્સ જેવું વાહન પણ જડપી સેવા પણ લઈ શકાય ના તેવી રોડની બનવા પામી હોય તો પણ ખરાબ રસ્તાને કારણે અમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે.જ્યારે અંતરિયાળ વિસ્તારમાં તંત્ર ધ્યાને નહિ આવતું હોઈ તેવું પસ્ટ પણે જોવા મળી રહ્યું છે શું આ રસ્તાનું નવિનીકરણ કરવામાં આવે તો પડતી મુશ્કેલીઓ નિવારણ હલ થાય બાઈક ચલાવવી પણ આ રસ્તા પર ચલાવવી મુશ્કેલી પડે છે જેતે તંત્ર ધ્યાન દોરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

રિપોર્ટ વિનોદ પગી શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.