કેશોદના જલારામ મંદિરે વિવિધ નિદાન કેમ્પનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4plerpx3favzkhr3/" left="-10"]

કેશોદના જલારામ મંદિરે વિવિધ નિદાન કેમ્પનું આયોજન


જલારામ મંદિર કેશોદ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહીછે જેના ભાગરૂપે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં હોમિયોપેથિક કેમ્પ હાડકા સાંધાના દુખાવા માટેનો કેમ્પ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ ચામડીના રોગોનો કેમ્પ તેમજ જલારામ મંદિર દ્વારા વર્ષોથી યોજાતા મોતિયાના ઓપરેશન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું યોજાયેલા વિવિધ કેમ્પમાં લગભગ ૩૦૦ જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા
આ મેગા કેમ્પની શરૂઆતમાં કેમ્પના દાતા હિતેન્દ્રભાઈ ગોસ્વામી રમેશભાઈ તથા દિનેશભાઈ કાનાબાર મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું ત્યારબાદ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી મોતિયાના ઓપરેશન માટેના કેમ્પમાં 125 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલા હતા તેમજ આ કેમ્પમાં કેશોદ સરકારી દવાખાનાના ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા ફ્રી સેવાઓ આપવામાં આવી હતી ચામડીના રોગ માટે આવકાર હોસ્પિટલના ડોક્ટર શ્યામ પાનસુરીયા તેમજ હાડકા અને સાંધાના દુખાવા માટે ડોક્ટર ઉમેશ ભટ્ટ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી ડાયાબિટીસ માટે સરકારી ડોક્ટર જીગ્નેશ ચંદેગરા સાહેબ દ્વારા નિશુલ્ક સેવાઓ આપવામાં આવેલી હતી જલારામ મંદિર દ્વારા યોજાતા મોતિયાના કેમ્પ દર માસના પહેલા અને ત્રીજા રવિવારે યોજવામાં આવે છે અત્યાર સુધીમાં 270 ઉપરાંત કેમ્પ યોજવામાં આવેલ છે જેમાં 20,000 ઉપરાંત દર્દીઓ નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શક્યાછે યોજાયેલા આ મેગા કેમ્પમાં ભોજનની વ્યવસ્થા કોયલાણા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રીહિતેન્દ્રગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]