દહેગામ ના ચેખલાપગી ગામમાં આવેલ ખાબરાવાળા ગોગામહારાજ ના મંદિરે નાગપાંચમ ની ઉજવણી કરવામાં આવી - At This Time

દહેગામ ના ચેખલાપગી ગામમાં આવેલ ખાબરાવાળા ગોગામહારાજ ના મંદિરે નાગપાંચમ ની ઉજવણી કરવામાં આવી


દહેગામ ના ચેખલાપગી ગામમાં આવેલ શ્રી ખાબરાવાળા ગોગા મહારાજ ના મંદિરે આજે નાગપાંચમ ના પાવન દિવસે ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જેમાં સવાર થી જ દર્સનાર્થીઓ બાપાને નારિયેળ વધેરી શ્રી ખાબરાવાળા ગોગા મહારાજ ના આશીર્વાદ લીધા હતા. દહેગામ ના ચેખલાપગી ગામના સીમારે આવેલ આ ગોગા મહારાજ ના ધામમાં દર નાગપાંચમ તથા રવિવાર મંગળવાર પણ ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તો દર્સનાર્થે આવતા હોય છે. આજે નાગપાંચમ ના દિવસે સવાર થી જ મંદિરમાં ભાવિ ભક્તો દ્વારા નાગદાદાને શ્રીફર તથા સુખડી, દૂધનો પ્રસાદ પણ અર્પણ કરયો હતો. આ મંદિર ના ભુવાજી રાઠોડ ભુરાજી તથા જય ગોગા ગ્રુપ દ્વારા મંદિરે આવનાર તમામ દર્સનાર્થીઓને ચા પાણી તેમજ નાસ્તાની સગવડ પણ કરવામાં આવી હતી.આજુબાજુ ના ચેખલાપગી, સુખડ, કાનપુર, વાસણા ચૌધરી જેવા ગામોના પણ ભાવિભક્તોએ પણ ગોગાબાપા ના દર્સન નો લાભ લીધો હતો.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.