ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં જાંમવાળા ગામે 3 કિ.મીટર દુર જમજીરધોધનો નજારો વરસાદનાં પાણીથી અને જંગલ વિસ્તાર હોય ત્યારે વૃક્ષોથી ખીલી ઉઠ્યો પર્યટનનો ઘસારો લોકોમાં આનંદ
તા:16 ગીર સોમનાથ જિલ્લાનાં જંગલમાં આવતા જામવાળા ગામની બાજુમાં 3 કિલોમીટર દૂર આવેલો આ જમજીરધોધ આવેલો છે જ્યાં આજે અનેક પર્યટન આ નજારાનો લાવો લેવા શ્રાવણ માસનાં પવિત્ર મહિનામાં લોકો ફરવા ઉમટી પડ્યા હતા જેમાં સતત પડતાં વરસાદથી પાણીમાં પણ આજે જમજીરધોધમાં સતત દિવસે ને દિવસે પાણીમાં વધારો થતો જોવા મળે છે ત્યાં આજે અનેક લોકોએ નહાવા માટે ઉપરથી પાણીમાં પડવાથી ઊંડા પાણીમાં ગરકાવ થઈ અનેક લોકોએ પોતાનાં જીવ પણ ગુમાવ્યાં હતા જેમાં ગયા વર્ષે એટલે એક બે વર્ષ પહેલાં જ્યારે ગીર સોમનાથ જિલ્લાનાં કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડીને લોકોને સલામત રહેવા પણ સૂચનો કર્યા હતાં અને પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યા હતાં
ત્યારબાદ આજે વરસાદમાં સતત વધારો થવાની સાથે પાણીમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે આ જમજીરધોધ ઉપર પર્યટન ઉમટી પડ્યા હતાં અને લોકો પોતાનાં જાનનાં જોખમે નજારો માણી રહ્યા છે જ્યારે આ સ્થળ પર્યટન માટે જાહેર કરે અને ત્યાં ગ્રીલિંગનું કામ કરીને લોકો માટે પર્યટન સ્થળ બને અને પોલીસ દ્વારા સતત ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવે તો હવે સાતમ-આઠમ ઉપર અહિયાં પર્યટનોમાં વધારે ઘસારો રહેવાની પણ સંભાવના હોય ત્યારે જાંમવાળા ગીરમાં આજે જમજીર ધોધનો નજારો માણવા અનેક લોકો પણ ઉમટી પડશે અને જામવાળા એક ફરવા લાયક સ્થળ પણ હોય જાંમવાળાનાં પૈડાં ગુજરાત ભરમાં વખણાય છે ત્યારે આ વિસ્તારમાં અનેક તાલુકામાંથી જિલ્લાઓમાંથી અનેક રાજ્યોમાંથી પણ પર્યટનનો ઉમટી પડશે ત્યારે આ તાત્કાલિક પર્યટન સ્થળ બનાવવામાં આવે એવી પણ લોક માંગણી ઉઠવા પામી છે
પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ઞીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.