દર્ભાવતિ - ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં હોમગાડૅમાં ફરજ બજાવતાં કમૅચારીના પરિવારજનોને મરણોત્તર સહાયનો ચેક અપાયો - At This Time

દર્ભાવતિ – ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં હોમગાડૅમાં ફરજ બજાવતાં કમૅચારીના પરિવારજનોને મરણોત્તર સહાયનો ચેક અપાયો


રિપોર્ટ :- નિમેષ સોની , ડભોઈ

ડભોઈ ખાતે હોમગાર્ડમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા કિશોરભાઈ નાઈ જેઓ હોમગાર્ડ જવાન તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા હતા. પરંતુ કોઈક આકસ્મિક કારણોસર તેઓનું દુઃખદ અવસાન થયું હતું. જેથી આ જવાનના પરિવારજનોને પોતાનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થઈ પડે તે માટે હોમગાર્ડ દળના ગુજરાત રાજ્ય વેલ્ફેર ફંડમાંથી મૃતક જવાનના પરિવારજનોને સહાયરૂપે રૂપિયા ૧.૫ લાખ તથા અન્ય સહાય પેટે રૂપિયા ૫૦૦૦ આમ કુલ રૂપિયા ૧,૫૫,૦૦૦ રકમની સહાયનો ચેક તેમનાં વારસદાર દીપીકાબેન કિશોરભાઈ નાઈને ડભોઇ - દર્ભાવતિના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા ( સોટ્ટા)ના હસ્તે સુપ્રત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ ડભોઇ હોમગાર્ડ ઓફિસ ખાતે જિલ્લા કમાન્ડર ગૌરાંગભાઈ જોશી તથા ડભોઇ હોમગાડૅ ઓફિસર કમાન્ડર પરિમલભાઈ પટેલ અને હોમગાર્ડ જવાનોની અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.