રાણપુર તાલુકાના ઉમરાળા ગામે સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ અને કલેક્શન ડ્રાઈવ યોજવામાં આવી
"સ્વચ્છતા હી સેવા" અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જન જાગૃતિ ઝુંબેશ અને કલેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ જગ્યાએ જાહેર સ્વચ્છતા,કચરો એકઠો થતો હોય તે જગ્યાની સફાઈ- લોકો ઘરે જે ભીનો અને સુકો કચરો અલગ કરે તે બાબતે જન જાગૃતિ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, શાળાઓ, જાહેર સ્થળો સહિતના સ્થળોની સાફ સફાઈની ઝુંબેશ ચાલી રહી છે.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.