બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનની સી ટીમદ્વારા સીનીયર સીટીઝન ને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
રક્ષાબંધન એટલે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર આ પવિત્ર તહેવાર રક્ષાબંધન પર મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેર ખાતે સિનિયર સિટીઝનોને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વારા શી-ટીમના મહિલા પોલીસ કર્મીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી
બાલાસિનોર ટાઉન અને ગ્રામ્ય પોલીસ મથકે શી-ટીમ કાર્યરત છે જે હંમેશા સિનિયર સીટીઝન,મહિલાઓ અને બાળકોને મદદ રૂપ બને, શી-ટીમ દ્વારા અલગ અલગ જાગૃકતાના કાર્યક્રમો પણ યોજીને માહિતી પ્રદાન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને સિનિયર સીટીઝનને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે ત્યારે આજે ભાઈ બહેનના સબંધનો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે ત્યારે શી-ટીમના મહિલા પોલીસ દ્વારા બાલાસિનોર ટાઉન સી ટીમ દ્વારા નગરમાં અને ગ્રામ્ય સી ટીમ દ્વારા ગ્રામ્ય અલગ અલગ વિસ્તારોમાં જઈને ત્યાં રહેતા સિનિયર સીટીઝનને રાખડી બાંધી ઉજવણી કરી હતી.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.