વિરપુર તાલુકાના મોટી જાંબુડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકનો વય નિવૃત્તિ અભિવાદન સમારોહ યોજાયો..
સાંસદ ધારાસભ્ય સહિત ગ્રામજનો દ્રારા શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું...
વિરપુર તાલુકાના જાંબુડી ખાતે આવેલી મોટી જાંબુડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રકુમાર સબુરભાઈ પંચાલ વયનિવૃત્ત પામતાં આજે પ્રાથમિક શાળા ખાતે ભવ્ય અભિવાદન વિદાય સમારોહ યોજાયો હતો આ વિદાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ મત વિસ્તારના સાંસદ રતનસીંહ રાઠોડ ૧૨૧ વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ખેડા જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ હાજર રહી શિક્ષકને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સીઆરસી, બીઆરસી,પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા સેન્ટરના શિક્ષકો,ટીપીઓ વિઠ્ઠલભાઈ પટેલ,વિરપુર તાલુકા ભાજપ પ્રમુખ શનાભાઈ , જીલ્લા પંચાયત સદસ્ય રમતુભાઈ બારીયા,પિનાકીનભાઈ શુકલ, કેસરીસિંહ,ગ્રામ પંચાયત પ્રતિનિધિ નરેન્દ્રભાઈ ગ્રામજનો સ્નેહીજનો તેમજ શાળા પરિવાર શિક્ષક ગણ અને વિદ્યાર્થી વાલી મિત્રો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિવાદન સમારોહને દિપાવ્યો હતો વય નિવૃત્તિ પામનાર શિક્ષક મહેન્દ્રભાઈ પંચાલ તેમજ પરિવારને સાસંદ રતનસીંહ રાઠોડ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ દ્વારા ફુલહાર સાફો પહેરાવી શ્રીફળ સાકર હાથમાં આપી સાલ ઓઢાડી હર્ષ ભેર વિદાય આપવામાં આવી હતી જાંબુડી ગ્રામજનો અને આવેલ મહાનુભાવો દ્વારા સન્માનપત્ર અર્પણ કરી નિવૃત્તિ જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી વય મર્યાદાના લીધે શિક્ષક તરીકેની જવાબદારી પૂર્ણ થતાં વિદાય લઈ રહેલા મહેન્દ્રભાઈ પંચાલ દ્રારા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સહિત આમંત્રિત મહેમાનોનું ભોજન સમારંભ રાખી તમામની પાસેથી અંતરનાં આશીર્વાદ મેળવ્યા હતા...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહિસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.