ધંધુકા તાલુકાના પચ્છમ ધામ ખાતે યોજાનારા ભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમના આમંત્રણ માટેની ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા બરવાળા પહોંચી જ્યાં ઢોલ નગારા ઘોડા પુષ્પ વર્ષા સાથે સમગ્ર શહેરમાં યાત્રા નીકળી ઠેર ઠેર ભાવિકોએ કર્યું સ્વાગત સન્માન તો ભવ્ય તુલસી વિવાહના કાર્યક્રમમાં જોડાવા નગરજનોને પાઠવાયું આમંત્રણ, સંતોનું કરાયું સ્વાગત સન્માન.
ધંધુકા તાલુકાના પચ્છમ ગામ ખાતે આવેલ દાદા બાપુ ધામ ખાતે આગામી તારીખ 23/11/2023 ના રોજ યોજાનાર ભવ્યાતિભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમમાં ભાવિક ભક્તો ને જોડાવા માટેના આમંત્રણ સાથે પચ્છમ ધામના દાદા બાપુની આગેવાની માં યાત્રા યોજવામાં આવી છે જે સમગ્ર પંથકમાં આમંત્રણ પાઠવવા નીકળેલ હોય જે યાત્રા આજે બરવાળા શહેર ખાતે આવી પહોંચી હતી જ્યાં બાપા સીતારામ હોટલ ખાતેથી સમગ્ર નગરમાં ઢોલ નગારા સાથે ઘોડાઓ સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી જે યાત્રા સમગ્ર શહેરમાં ફરી લક્ષ્મણજી મંદિર ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું આ યાત્રામાં જોડાયેલ પચ્છમ ધામના વિજયસિંહ દાદા બાપુ, લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ, વીએચપી ના સહદેવસિંહ ગોહિલ સહિતના સંતો મહાનુભાવોનું પાઘડી અને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, તો સમગ્ર નગરજનોને યાત્રા મારફતે તુલસી વિવાહના ભવ્ય કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.