ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા ભાજપ વિરોધી લેટર બોમ્બ ફૂટવાના શરૂ થયા - At This Time

ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા ભાજપ વિરોધી લેટર બોમ્બ ફૂટવાના શરૂ થયા


ખુદ ભાજપના પીઢ આગેવાનો અને મતદારોનો ભાજપથી અને હોદ્દેદારોના કામથી ખૂબ નારાજ

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫, ઉપલેટા નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે જેમાં 16 તારીખના રોજ મતદાન તેમજ 18 તારીખના રોજ મતગણતરીનું આયોજન કરાયું છે જેમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઉપલેટા પંથકની અંદર વિવિધ બાબતો અને ભ્રષ્ટાચારો તેમજ અન્ય વિષયોને લઈને પત્ર ફરતા થયા છે જેમાં આ પત્રો ફરતા થતાની સાથે જ ભાજપ દ્વારા કોઈપણ પ્રકારના ખુલાસો કે જવાબ નહીં આપવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે જો કે, આ મામલે હવે લેટર ઉચ્ચ કક્ષાએ અને પ્રદેશ સુધી પહોંચ્યા હોવાની બાબતો સામે આવતા આગામી દિવસોની અંદર નવા જૂનીના ચોક્કસપણે એંધાણ થશે તે પણ સામે આવ્યું છે ત્યારે મતદારો હવે લોકશાહી કોને કહેવાય તે શીખવવા માટે વધુને વધુ મતદાન કરવા આવવાના હોવાની માહિતીઓ પણ સામે આવી છે.

ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન થાય તે પહેલા જ ત્રણ અલગ-અલગ લેટર ફરતા થયા હોવાનું સામે આવ્યું છે જેમાં આ લેટરો ઘણા ખરા ભાજપના કાર્યાલય પણ પહોંચ્યા છે તો ઘણા ખરા લેટરો પ્રદેશ સુધી પણ પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે જો કે આ મામલે ગુપ્ત સૂત્રો અને મતદારો તેમજ ભાજપના પીઢ આગેવાનો અને કોંગ્રેસ પાસે તેમજ અન્ય પાર્ટીઓ પાસેથી મળતી માહિતી અનુસાર નગરપાલિકાની વર્ષ 2025 ની ચૂંટણીમાં ભાજપના આગેવાનોએ ગુપ્ત માહિતી આપતા જણાવી છે કે, ટિકિટો બાંટવામાં પણ મોટા લાખો રૂપિયાના સેટિંગ થયા હોવાની માહિતી આપી છે તો સાથે જ ભાજપના જ ઘણા બની બેઠેલા આગેવાનો અગ્રણીઓએ ઘણા ખરા ભાજપના લાયક અને હકદાર ઉમેદવારોની ટિકિટ કાપતા ચર્ચાનો વિષય બન્યો છે જેમાં સૌથી વધુ ચર્ચાનો વિષય અને જેમની છેક દિલ્હી સુધી ચર્ચા થઈ રહી છે અને નોંધ લેવાઈ રહી છે તેવા ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના અપક્ષ ઉમેદવાર ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાની ચર્ચાએ સમગ્ર શહેરની અંદર એક ઉત્સવનો માહોલ પણ ઉભો કર્યો છે જો કે, મતદારો પણ જબરો જવાબ દેવાના ફુલ મૂળમાં હોય અને ટિકિટ કાપનાર અને આડેધડ ટિકિટ આપનાર ભાજપને વળતો આકરો જવાબ દઈ લોકશાહી કોને કહેવાય તે શીખવવા માટેના પ્રયત્ન કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

ઉપલેટા નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીનું મતદાન થાય તે પહેલા લેટર બોમ્બ ફૂટ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં ત્રણ જેટલા અલગ અલગ પત્રો ફેલાવાય રહ્યા હોવાની અને ચર્ચાનો વિષય બન્યા હોવાનું સામે આવ્યું છે જેમાં આ પત્રોની બાબતો નીચે મુજબ જણાવવામાં આવી છે.

પત્ર નંબર ૦૧ માં જણાવ્યું છે કે, ઉપલેટા નગરપાલિકામાં હરસુખ સોજીત્રાની પત્ની જયશ્રીબેન સોજીત્રાને ભાજપના ઉમેદવાર એટલે ભ્રષ્ટાચાર-ભૂખ-ભય અને જ્ઞાતિવાદને આમંત્રણ આપ્યું તેવું લોક મુખે ચર્ચા અત્યારે ઉપલેટા નગરપાલિકાનો કોન્ટ્રકટ પણ આ હરસુખ સોજીત્રાની એન.જી.ઓ. ધરાવે છે. તેમના એન.જી.ઓ. માં મોટા કૌભાંડો-ભષ્ટાચાર થયેલા છે. આ એન.જી.ઓ ના માધ્યમથી ભ્રષ્ટાચાર-પાખંડતા માટે અગાવ છરી ઓ વડે હુમલા થયેલા છે.(પોલીસ રેકોર્ડ છે) આ અગાવ કોંગ્રેસ-પછી એન.સી.પી. પછી કોંગ્રેસ-ફરીને ભાજપ આવો પાંખડી ચહેરો ધરાવે છે. દરેક ધારાસભાની ચુટણીમાં કોંગ્રેસનું જ કામ કરેલ છે. (જ્ઞાતિ વાદના આધારે) અત્યારે કહે છે. હવે નગરપાલિકાના પ્રમુખ મારી પત્ની જ થશે. (જ્ઞાતિ વાદના આધારે) નગરપાલિકાની ગઈ ટમમાં બળવો કરી ને 70 લાખનો ભ્રષ્ટાચાર કરેલો જે જાહેર રહી સાબિત થઇ હતો – ભાજપે તેમને સસ્પેન્ડ પણ કરેલો હતો તો પણ ફરીને ટીકીટ આપેલી આ કેવું અત્યારે નગરપાલિકાની ચુટણીઓ જાહેર થઇ ગઈ છે. જેમાં જયશ્રીબેન હરસુખ સોજીત્રાને ભાજપ પાર્ટીએ ટીકીટ આપી છે. આ હરસુખ સોજીત્રા એટલે મોટો ભષ્ટાચારી-પાખંડી તે પહેલા કોંગ્રેસ, એનસીપી, કોંગ્રેસે, ભાજપ,કોંગ્રેસ, ભાજપ આમ તે બહુ ગોત્ર ધરાવે છે. અગાઉ દરેક ચુટણીમાં ભાજ૫ની વિરુદ્ધ કામ કરેલ છે.

અત્યારે નગરપાલિકામાં કોન્ટ્રકટ ધરાવે છે. આ ભાઈ અત્યારે નગરપાલિકા કચેરીમાં પોતાની એન.જી.ઓ. દ્વારા કોન્ટ્રકટ ધરાવે છે, અને ભય ભ્રષ્ટાચારથી કામ કરી રહ્યો છે. તેમની સંસ્થા દ્વારા ખોટા આધાર કાર્ડ બનાવવા, ખોરા રેશન કાર્ડ બનાવવા તેમાં મોટી રકમ લેવી આમ સરકારની વિરુદ્ધ અને દેશ વિરુદ્ધની કામગીરી કરી રહ્યો છે. તે માટે થોડા સમય પહેલા ધોરાજીમાં આ બાબતે પૈસાની લેતીદેતીમાં તેની પર છરી મારેલી મારામારી થયેલી અને પોલીસ ફરિયાદ પણ થયેલી છે. આવા લોકોને ટીકીટ આપી તો સાચા નિષ્ઠા વાળા જુના કાર્યકરો નું શું ? તે અત્યારે લોકમુખે ચર્ચા થઇ રહી છે. અને પછી તેને નગરપાલિકાનું પ્રમુખ થવું છે. અને જાહેરમાં કહે છે. મને જિલા ભાજપ માંથી મારી જ્ઞાતિને કારણે મદદ મળશે અને હું પ્રમુખ થવાનો છુ. (તો નિષ્ઠાની વાત કરનાર ભાજપમાં પણ આવું ?) આવા જ્ઞાતિવાદના રાજકારણ - ભ્રષ્ટાચારનું રાજકારણ-આ પાખંડીનું રાજકારણ તો ભાજપ ભય ભૂખ અને ભ્રષ્ટાચારને આમંત્રણ આપે છે. આવા લોકોને કારણે સાચા કાર્યકરો દબાઈ ગયા છે. તેવી લોકવાયકા અત્યારે ઉપલેટા શહેરમાં થઇ રહી છે. માટે આવા લોકોને દૂર રાખવા જોઈએ તેવી ભાજપમાં ચર્ચા ચાલે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પત્ર નંબર ૦૨ માં જણાવ્યું છે કે, જય ભારત સાથ જણાવાનું કે આવનારી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી ની અંદર જે રીતે એક પછી એક બેઠક ખનીજ માફિયાઓ ના દમ પર બિનહરીફ કરવા માં આવી એ બદલ ધોરાજી- ઉપલેટા ના લોક લાડીલા ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ ના મહામંત્રીશ્રી રવિ માકડિયા ને ખુબ ખુબ અભિનંદન કે માત્ર તમે શિનહરીફ જ બેઠકો નય કરી પણ ઉપલેટા શહેર ની જનતા ના મૌલીક અધિકારો નું પણ હનન કર્યું છે. આપ બંનેઓ દ્વારા આપના જ ખનીજ માફિયાઓ વાળા ભાગીદારો ને ટિકિટો ની વહેંચણી કરીને એમને બિનહરીફ જીતાડીને ઉપલેટા નગરપાલિકા ના પ્રમુખ પદ સુધી પોહચાળવા માટે રસ્તો એક દમ સાફ કરી દીધો એ બદલ આપ બંને ને ખુબ ખુબ અભિનંદન.જે રીતે આપ બંને દ્વારા ઉપલેટા નગરપાલિકા ની આ ચૂંટણી ની અંદર જે લેવા પાટીદાર સામે જે રીતે રાગ દ્વેષ રાખીને ટિકિટો ની વહેચણી માં અન્યાય કરવા માં આવ્યો છે આ લેવા પાટીદાર સમાજ ક્યારેય સહન નય કરી લ્યુ.ઉપલેટા શહેર ના વોર્ડ ન. 5 ની અંદર આજ થી 4 વર્ષ પહેલા લાખો રૂપિયા ખાયને બળવો કરેલ વ્યક્તિ ના ધર્મપત્ની ને પાછી ટિકિટ આપી?શુ આ બાબત માં પણ સેટિંગ થયું છે? વર્ષો સુધી ઉપલેટા ના સ્થાનિક રાજકારણ ની અંદર લેવા પાટીદાર સમાજ ને પોતાના પગ ના અંગુઠા નીચે દબાવી રાખનારને અને ભૂતકાળ માં બળવો કરનાર અને કરોડો રૂપિયા બાટી ને સભ્યો ને ખરીદનાર ના ભત્રીજા ને પણ ટિકિટ આપી એ પણ વોર્ડ ન.5 માંથી.શુ આ બાબત માં પણ તમારા મોઢા મીઠાં કરવા માં આવ્યા છે ? મત માંગવા આવે ત્યારે પુછજો આ પૈસા ના લાલચી લોકો ને કે આ વખતે કેવડા મોટા આંકડા માં સેટિંગ કર્યું ફૂં કે બળવો કર્યા છતાં પણ તમને ટિકિટો આપવા માં આવી? ભાજપ ના આગેવાનો દ્વારા અવાર નવાર નિવેદનો આપવા માં આવતા હતા કે આ ચૂંટણી ની અંદર બળવા ખોરો ને ટિકિટો આપવા માં નહિ આવે. મારે પૂછવું છે કયાં ગયા ભાજપ ના સિદ્ધાંતો અને શિષ્ટાચાર ની વાતો ? કે પછી આમાં પણ ધારાસભ્યશ્રી અને મહામંત્રીશ્રી દ્વારા સેટિંગો કરવા માં આવ્યા છે? ભાજપ ઉપલેટા શહેર ની અંદર લેવા પાટીદાર પાસે માત્ર કહી શકાય તેવી એક જવાબદારી હતી એ પણ થોડા દિવસો પેહલા આ બંને દ્વારા છીનવી લેવા માં આવી છે. ઉપલેટા શહેર ની જનતા ને મૂર્ખ સમજનારા અને મૂર્ખ બનાવનારા આ ભ્રસ્ટાચારિયો ખનીજ માફિયાઓ ની મદદ થી સમગ્ર ઉપલેટા શહેર ના રાજકારણ ની અંદર લેવા પાટીદાર સમાજ ને જડ મૂડ માંથી કાઢવા માટે પુરી તૈયારીઓ કરિ દેવામાં આવી છે. આ બંને ને ઉપલેટા શહેર ની સુખાકારી વધારવા માં કોય રસ નથી પરંતુ પોતાની સુખાકારી માં ય રીતે વધારો થાય તેના માટે હર એક સેટિંગો કરવા માટે આ બંને તૈયાર છે. જેના ઉદાહરણ તરીકે ઉપલેટા શહેર ની અંદર મોટા પાયે ચાલુ દેશી દારૂ ની ભઠ્ઠીઓ, ઇંગલિશ દારૂ અને જુગાર ના ધંધાઓ અને ઉપલેટા અને એના આજુબાજુ ના વિસ્તાર ની અંદર આ બંને ના ભાગીદારો જેને પ્રમુખ બનાવા નીકળ્યા છે.(આ બંન). એવા લોકો દ્વારા મોટા પ્રમાણ માં ખનીજ ચોરિયોઓ આ બંને ની મેહરબાની થી જ પાર પાડવા માં આવે છે. અને મારી ચેલેન્જ છે આ બંને ને જો એ ખરેખર બે દાગ હોય અને મર્દ ના દીકરા હોય તો આજ દિવસ સુધી કોય સેટિંગ કર્યું નથી અને ખનીજ માફિયાઓ એમના ભાગીદારો નથી અને ઉપલેટા માં ચાલતા દારૂ જુગાર ના ધંધાઓ માં એમની કોય ભલામણ નથી તો આ વાત નો જાહેર માં ખુલાસો કરે.અન્યથા રાજીનામુ આપે. બાકી આવનારા દિવસો ની અંદર પુરાવા સાથે મળીશુ અને આ પૈસા ના ભૂખ્યા લોકો ક્યારેય પોતાની જાત સિવાય કયારેય કોઈ નું ભલું ના કરી શકે બાકી આપ સમજદાર છવ. લેવા પાટીદાર સમાજ નું હિત કેમા છે એ આપ સારી રીતે સમજી શકો છવ.
એક જાગૃત ઉપલેટા શહેરનો લેવાપાટીદાર

પત્ર નંબર ૦૩ ઉપલેટાના પ્રબુધ્ધ બુધ્ધિજીવિ નાગરીકોને અપીલ

ઉપલેટા નગરના પ્રબુધ્ધ બુધ્ધિજીવિ નાગરીકો (ભા.જ.૫ ના નેતાઓ જેને અબુધ્ધ સમજે છે.) તા. ૧૬-૨-૨૦૨૫ ના રોજ ઉપલેટા નગર પાલીકાની સ્થાનીક સ્વરાજયની ચુંટણી છે. આ ચુંટણી ભા.જ.૫- કોંગ્રેસ કે નરેન્દ્ર મોદી ને મત આપવાની નથી પણ સ્થાનીક સ્વરાજયની ચુંટણી છે.

આ સૌ નગરજનોએ છેલ્લા પાંચ(૫) વષૅથી ભા.૪.૫ સાશીત નગર પાલીકાનો વહિવટ જોયો છે. જેમાં અસંખ્ય ભ્રષ્ટાચાર થયો છે. તમારી નજર સામેજ ટાવર વાળા બિલ્ડીંગને ફકત રીનોવેશન કરવા સાત કરોડ (૭) જેવા રૂપીયા વાપયાઁ આ બિલ્ડીંગને નગરજનો જોઓ અને તમેજ અભિપ્રાય આપો આમા કેટલો ભ્રષ્ટાચાર થયો છે. નગર પાલીકા સંચાલીત જુની લાઈબ્રેરી(વાચનાલય) તેમની બાજુમાં આવેલ પાંજરાપોળ ચોકમાં આરોગ્ય કેન્દ્ર જે નગરપાલીકા પાસે વર્ષો થયાં જુના ભાડુત તરીકે ભાડુતી મીલ્કત હતી. આ મીલ્કત મુળ માલીકને પાછી આપી લાખો રૂપીયાનો ભ્રષ્ટાચાર થયેલ છે. નગર પાલીકા પાસે કરોડો રૂપીયાનું સ્વભંડોળ હતું. પરંતુ આ ભા.જ.૫ સાશીત નગર પાલીકાની મુદત પુરી થઈ ત્યારે સ્વભંડોળ હતું નહિં સામે નગર પાલીકા ઉપર કાઁ ચડેલ હતું. પોતાના નજીક ના લોકોને નગર પાલીકામાં ફિકસ પગાર થી જરૂરીયાત ન હોવા છતાં નોકરીએ રાખી ખોટા પગારો ચુકવેલ છે. આમાંથી મેળવેલા રૂપીયાથી નગરપાલીકા નો કબ્જો ફરીથી મેળવવા આપણા ભા.જ.૫ દ્વારા સભ્યોની ખરીદી કરી કેટલાંક સભ્યો બિનહરીફ થયાં છે. તે તમે જાણતા હશો. નગરજનો આપે જોયું હશે ભા.જ.૫ ની ટીકીટ આપવામાં બે જ ધરાએ કામ કર્યું આ બન્ને ધરાઓએ ભુતકાળમાં સતા કબ્જે કરવા અને પોતાનું ધાર્યું કરવા કરોડો રૂપીયાના ખર્ચે સભ્યોની ખરીદી વહેંચાણ કરેલ અને નગર પાલીકાનો કબ્જો પોતાની પેઢી હોય એ રીતે ભાગ-બટાઈ કરી અઢી અઢી વષૅના ભાગ પાડી લીધા હતા.

આ વર્ષે પ્રથમ અઢી વર્ષમાં શું શું થાશે તે આપ સૌ જાણો છો. માટે આપનો પવિત્ર મત ભ્રષ્ટાચાર રૂપી ભા.જ.૫ ની ગંદી ગટરમાં નાખવાને બદલે અન્ય ને આપી આપના મતને પવિત્ર જ રાખજો

વ્હાલા નગરજનો આપ સમજું અને શાણા છો હાલનું ભા.જ.૫ ખરેખર સાચું ભા.જ.૫ નથી તમોએ ૯૨ વર્ષના ભા.જ.૫ ના હેમાબેન આચાર્યે અને અશ્વિનભાઈ મણીયાર ના નિવેદનો વાચ્યાં હશે જેમાં આ બન્ને આગેવાનો કે જેમણે ભા.જ.૫ માટે લોહિ રેડયું છે. તેવા લોકોએ અત્યારના ભા.જ.૫ ને ભ્રષ્ટાચારી અને ચારીત્રહિન ગણાવ્યું છે. તમે અત્યારે નગરપાલીકાની જે ચાલું ચુંટણી છે. તેમાં જોયું હશે જુનો એક પણ પીઢ આગેવાન જેવા કે મનસુખભાઈ માંડવીયા, રમેશભાઈ ધડુક, હરીભાઈ પટેલ, પ્રવિણભાઈ માકડીયા, સંઘ ના સ્વયં સેવકો, વિશ્વ હિન્દુ પરીષદના કાર્યકરો ક્યાંય ચિત્રમાં નથી આ બાબતને મતદારોએ સમજી લેવી જોઈએ.

ઉપલેટા વાસીઓ છેલ્લા ૪૦ વષઁથી જે માણસ જાહેર જીવનમાં હતો નગર પાલીકાનો એક પણ પૈસો લીધા વગર જેને અડધી રાત્રે સામાન્ય અને નબળા લોકો માટે ઘરના પૈસા વાપરી અને લોકોની સેવા કરી છે. તેવાં ક્ષત્રીય સમાજના એક સનિષ્ઠ આગેવાનને આ ડુપ્લીકેટ ભા.જ.૫ ની ટોળકીએ ટીકીટ ન આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ઉપલેટા ના પ્રબુધ્ધ અને બુધ્ધિજીવિ નાગરીકો આપણે નગર પાલીકાના પુર્વે સાશકોને યાદ કરીએ જેવા કે ભોવાનબાપા - રવજીભાઈ ઝાલાવડીયા - હમીર ભુરા ચંદ્રવાડીયા - ભગાભાઈ બારૈયા - ગોરધનબાપા ચાંગેલા - ગોવિંદભાઈ બારૈયા - ભગવાનજીભાઈ ગજેરા - બાબુભાઈ ગજેરા - રામભાઈ કાલાવડીયા - શારદાબેન લાડાણી જેવા પ્રમુખોની કાર્યપધ્ધતિ આપણે જોઈ છે. એજ રીતે નગરજનોએ આ પ્રમુખો કે જેને સર્વે શ્રેષ્ઠ નગરજનો સવૅદમનભાઈ શેઠ :- બટુકભાઈ દેશાઈ- વિશ્વંભરદાસ બુટાણી 1- હિરાભાઈ ગોંધીયા -કરશન હમીર સુવા - દલપતભાઈ નીરંજની-રતીલાલ વોરા - લક્ષ્મણભાઈ કરંગીયા જેવાઓ કે જેઓ આપણી વચ્ચે નથી પણ આ ગામના વિકાસમાં પોતાનું લોહિ રેડેલ છે. આ તમામ આત્માઓને આપણે જો સાચી શ્રધ્ધાંજલી આપવી હોય તો એક વાર આ ભ્રષ્ટાચારી ડુપ્લીકેટ ભા.જ.૫ ને ઘરે બેસાડો જયારે મોદી ને મત આપવાનો થશે ત્યારે ચોકકસ એમને મત આપીશું. પણ મોદી સાહેબના સ્વચ્છતાં અભિયાનમાં જોડાઈ ઉપલેટા નગર પાલીકાને ભ્રષ્ટાચારીઓથી સ્વચ્છ બનાવવા સૌ નગરજનોને બે હાથ જોડી વિનંતી છે.
લી.
ઉપલેટાનો એક જાગ્રુત નાગરીક તથા હિતેચ્છુ મતદાર

ઉપલેટા એક એવું શહેર છે કે, જે રાજાશાહી વખતમાં ગોંડલ સ્ટેટના મહારાજ ભગવતસિંહજી જાડેજાનુ પ્રિય શહેર હતું અને આ શહેરની અંદર તેઓ આરામ તેમજ મનોરંજન અને સુખાકારીની બાબતોનો વિકાસ કરવા આવ્યા હતા ત્યારે આ શહેરની અંદર ગોંડલ બાપુએ શહેરનો નકશો અને વિકાસ એવી રીતે કર્યો છે કે જે આજે પણ અડીખમ ઉભો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી રાજનેતાઓના હાથમાં ઉપલેટા શહેરની સુકાન આવતા ભરપૂર ભ્રષ્ટાચાર અને દાદાગીરી, લુખાગીરી તેમજ લોકશાહીનું હનન કરી રહ્યા હોવાની અનેક બાબતો સામે આવી રહી છે જેમાં તાજેતરની અંદર છેલ્લા પાંચ વર્ષમાં ઉપલેટા નગરપાલિકાની અંદર કરોડો અને અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર, સેટલમેન્ટ, સેટિંગ તેમજ તાનાશાહી અને લોકશાહીનું હનન થતી હોવાની બાબત સામે આવે છે.

ઉપલેટા નગરપાલિકાના 09 જેટલા વોર્ડની 36 સભ્યો માટેની ચૂંટણી યોજવામાં આવી છે જેમાં આ ચૂંટણીની અંદર વિવિધ પાર્ટીઓના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા પરંતુ ચૂંટણી માટેના મતદાન થાય તે પહેલા ભાજપ દ્વારા પાંચ જેટલી બેઠકો ઉપર સામા પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા મતદાન વગર સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે જો કે આ મામલાની અંદર વોર્ડ નંબર ત્રણમાં એક મહિલા પછાત વર્ગના ઉમેદવાર વિજેતા થયા છે જ્યારે વોર્ડ નંબર છ ની અંદર ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે ત્યારે વોર્ડ નંબર છ ના મતદારોએ પણ આ મામલે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, તેમના મતદાન કરવાનો સંપૂર્ણ અધિકાર અને લોકશાહીનું હનન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.

આ મામલાની અંદર હવે મતદારો પોતાની રજૂઆત નહીં કરી શકે અને તેમના વિસ્તારના યોગ્ય કામ નહીં થાય કે યોગ્ય રજુઆતો અને ફરિયાદો નહીં કરી શકાય તેવી પણ સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે કારણ કે, ઉમેદવારો તેમના મતથી નહીં પરંતુ સામા પક્ષના ફોર્મ પરત ખેંચવાને કારણે વિજેતા થયા છે જે લોકશાહીનું હનન અને મતદાન કરવાનો અધિકાર છીનવાયો હોવાનું વોર્ડ નંબર છ ના અને વોર્ડ નંબર ત્રણના ઘણા ખરા ઉમેદવારો ચર્ચા કરી રહ્યા છે જો કે ઉપલેટા તેમજ સમગ્ર વિસ્તારની અંદર ચર્ચાનો વિષય વોર્ડ નંબર ત્રણના અપક્ષ ઉમેદવાર ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજા ઉપર છે કારણ કે, લગભન છેલ્લા 40 વર્ષથી રાજકીય ક્ષેત્રમાં તેમના પિતા દ્વારા ઉપલેટા નગરપાલિકાનો કાર્યકાળ સંભાળવામાં આવ્યો છે જેમાં પ્રમુખ, ઉપરમુખ દેવ હોદાઓ ઉપર બેસિન નગરના સારા અને સુંદર કર્યો કરવામાં આવ્યા છે ત્યારે ભાજપના અમુક બની બેઠેલા અને પાર્ટીને બદનામ તેમજ પક્ષમાં રાગ દ્વેષ અને ખારખેદ રાખવાના ઇરાદાથી તેમની ટિકિટ જાણી જોઈને કપાવી હોવાની નગરમાં અને જિલ્લામાં તેમજ પ્રદેશમાં ભારે ચર્ચા શરૂ થઈ છે જો કે લોકશાહી કોને કહેવાય અને લોકચાહના કોને કહેવાય તે વોર્ડ નંબર ત્રણના મતદારો દ્વારા આ ચૂંટણીમાં ચોક્કસ પણે બતાવવામાં આવશે અને એવી પણ ચર્ચા થઈ રહી છે.

ઉપલેટા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય એવી વોર્ડ નંબર ત્રણના અપક્ષના ઉમેદવારને લીડ અને જંગી જીત મળશે જે લોકશાહીની જીત હોવાનું મતદારોએ જણાવ્યું હતું ત્યારે આગામી 16 તારીખના રોજ લોકો પોતાને મળતો મોકો જોઈ અને જડબા તોડ જવાબ આપશે તે પણ આવતા દિવસોની અંદર ચૂંટણી પરિણામ બાદ ખ્યાલ આવશે હવે નગરજનો સમક્ષ દૂધનું દૂધ અને પાણીનું પાણી તેમજ ભ્રષ્ટાચાર, દાદાગીરી, લુખાગીરી, ગુંડાગીરી અને સામ-દામ, દંડ, ભેદ કે પછી લોકશાહીની જીત થશે તે મત ગણતરી થયા બાદ જ ખ્યાલ આવશે.

તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image