પડધરી: પરા પીપળીયાના તરૂણને ઝેરી જનાવરે ડંશ દેતા મોત - At This Time

પડધરી: પરા પીપળીયાના તરૂણને ઝેરી જનાવરે ડંશ દેતા મોત


પડઘરી તાલુકાના પરાપીપળીયા ગામે રહેતા બાળકને વાડીમાં કોઈ ઝેરી જનાવર કરડી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા પૂર્વે મોત નિપજ્યું છે, જ્યારે રામપરમાં નદી કાંઠેથી અજાણ્યા પુરુષનું મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતદેહની ઓળખ કરવા વધુ તપાસ હાથ ધરી છે.

પડધરી તાલુકાના પરા પીપળીયા ગામે ગ્રીન લીફની પાછળ રાજુભાઈ પટેલની વાડીએ રહેતા અને ખેત મજૂરી કરતા રમેશભાઈ બામણીયાના પુત્ર વિજય રમેશભાઈ બામણીયા (ઉવ.૦૮) ને પોતે જ્યારે વાડીમાં હતો, ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે પડધરી બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

જ્યાં સારવાર લીધા પહેલા તેનું મોત નીપજતાં પરિવારમાં શ્રમિક શોકનું મોજુ ફરી વળ્યુ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વિજય વાડીએ રમવા ગયો હતો, ત્યારે સાંજના સમયે બેભાન થઈ ઢળી પડતાં યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબ દ્વારા સારવાર દરમિયાન બાળકને કોઈ ઝેરી જનાવર કરડી ગયાનું માલૂમ પડ્યું હતું. બાળકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર લીધા પૂર્વે જ ઝેરી અસર થઈ જતાં બાળકનું મોત નિપજ્યું છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાફડા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી વધુ તપાસ હાથધરી છે. મૃતકનો પરિવાર મૂળ એમપીના છે અને મૃતક બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો છે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.