લગ્નની પહેલી રાત્રે જ પતિએ કહ્યું હું શારીરિક રીતે સક્ષમ નથી: સસરા-દીયરે પરિણીતા પાસે અનૈતિક માંગ કરી એક કરોડની ઓફર કરી
પરિણીતાએ તેના પતિ, સસરા, દિયર અને સાસુ સામે મહિલા પોલીસ મથકમાં માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ રાજકોટમાં તેમના મોટા બાપુજીના દિકરા સાથે રહે છે. તેમના લગ્ન ગઈ તા.17/4/2022ના સાધુવાસવાણી રોડ પર રહેતા યુવક સાથે થયા હતા.
તેમના પતિ એસ.ટી. વર્કશોપની પાછળ સમ્રાટ એરીયામાં વીએમસી લેથનું કારખાનુ ચલાવે છે તેમજ તેમના સસરા પણ કારખાનામાં મદદ કરે છે અને દીયર અમદાવાદ અભ્યાસ કરે છે. તેમના પિતાનું 14 વર્ષ પહેલા અવસાન થયેલ અને માતા માણાવદર પંથકમાં રહે છે.
લગ્ન બાદ તેના પતિએ વાત કરેલ કે હું તને પતિ તરીકેનું સુખ નહી આપી શકુ તે બધુ મારાથી નહી થાય મારી અંદર એ સક્ષમતા નથી. મને સેકસના વિચાર આવતા નથી મે મારા પિતાજીના કહેવાથી લગ્ન કરેલ છે છતાં પણ તેણીએ કહેલ કે આપણે રાહ જોઈએ માતાજીની દયાથી બધુ સારુ થઈ જશે. પંદર દિવસ બાદ તેણી પગફેરાની રસમ માટે પિયર ગયેલ હતી ત્યારે તેના પતિએ કહેલ કે હું શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી તે તારા પરિવારજનો કે સગાવ્હાલામાં કોઈને કરતી નહી બધા ચિંતા કરશે જેથી તેણીએ કોઈને વાત કરેલ ન હતી.
વીસેક દિવસ બાદ તેણી સાસરીયામાં પરત થયેલ ત્યારે જાણવા મળેલ કે તેના પતિ સેકસ માટે સક્ષમ નથી તે વાત સાસરીયાઓને ખબર હતી અને તેણીને તેમજ તેના પરિવારજનોને અંધારામાં રાખી આ વાતથી અજાણ રાખી લગ્ન કરાવેલ હતા. બાદમાં ગુગલમાંથી સેકસોલોજીસ્ટ ડોકટરના નંબર શોધી તેના પતિને આપી કહેલ કે આમની પાસે સારવાર કરાવોનું કહેતા પતિ અને સસરા હોસ્પિટલે સારવાર અર્થે ગયેલ હતા.
દવાના પાવરના લીધે દંપતિ વચ્ચે શારીરિક સંબંધની શરૂઆત થયેલ હતી. સામાન્ય રીતે અમારા વચ્ચે કયારેય સંબંધ બંધાયેલ નથી. છ મહિના પહેલા સવારના સમયે તેણી રસોડામાં ચા બનાવતી હતી અને સાસુ ન્હાવા માટે ગયેલ હતા ત્યારે તેમના સસરા જીમમાંથી આવેલ અને પાછળથી તેણીને બથ ભરી ગાલના ભાગે કીસ કરવા લાગેલ હતા.
ત્યારે સસરાને કહેલ કે પપ્પાજી આ બધું સારુ ન લાગે. જેથી સસરાએ કહેલ કે મારો દિકરો તને આ સુખ નથી આપી શકતો તે સુખ હું તને આપવા માંગુ છું. તો તને વાંધો શું છે અને સાસુની ગેરહાજરીમાં પણ સસરા અવારનવાર હાથ ચાલાકી કરી પીઠના ભાગે ધબો મારવો, પાછળથી બાથ ભીડી કીસ કરવાનો પ્રયત્ન કરતા હતા.
તેમજ તેણીના પતિ પણ અવારનવાર સસરા સાથે સુવાની જીદ કરતા હતા તેમજ દીયર રજાના દિવસોમાં રાજકોટ ઘરે આવતો ત્યારે ગુપ્ત ભાગ ઈશારા કરી કહેતો કે હું તમારો દીયર થાવ છું અને તમે મારા ભાભી, મારો ભાઈ સક્ષમ નથી તો શું થયું ભાભી તરીકે મારો હકક છે. ચારેક મહિના પહેલા તેણીના પતિએ દોઢીયાના કલાસ ચાલુ કરેલ ત્યારે તેણી અને તેના સસરા હોલમાં હતા ત્યારે તેણીને સસરાએ તેની પાસે બોલાવીને જબરદસ્તીથી પકડી ખોળામાં સુવડાવેલ હતી જે અમારા સાસુ જોઈ ગયેલ હતા પરંતુ તે પણ મારો પુત્ર સક્ષમ નથી તેવી કોઈને વાત કરવી નહી તેવુ કહેતા હતા તેમજ તેણીને ઘરકામ આવડતુ નથી તેમ કહી મેણાટોણા મારી ઝપાઝપી કરી શારીરિક અને માનસીક ત્રાસ આપતા હતા.
જે કોઈને વાત કરી તો મારી નાંખવાની ધમકી આપતા હતા તેમજ તેણી એકલી હતી ત્યારે સસરાએ કહેલ કે મારા પુત્ર બાબતે તારા પિયરમાં કોઈને વાત કરતી નહી, શરીરસુખ હું તને આપીશ અને બાળક પણ આપીશ અને આ બધુ કરવાના હું તને એક કરોડ રૂપિયા આપીશ પરંતુ આ વાત તારે કોઈને કરવાની નથી, આજીવન અમારા ઘરમાં રહેવું પડશે. બાદમાં સાસુએ ઝઘડો કરતા તેણીએ ભાઈને બોલાવતા સાસુએ તેણીએ પહેરેલા ઘરેણા કઢાવી લીધા હતા અને બાદમાં તેણી માવતરે ચાલી ગઈ હતી. અંતે કંટાળીને ફરિયાદ નોંધાવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.