રાજકોટની જ્યૂબેલી માર્કેટ પાસે શાકભાજીના ધંધાર્થી વચ્ચે મારમારી થતાં યુવકનું શંકાસ્પદ મોત
રાજકોટના આવેલ જયુબેલી શાકમાર્કેટમાં બકાલાના ધંધીર્થીઓ વચ્ચે વ્હેલી સવારે મારામારી થતાં શાકભાજીના ધંધાર્થી વસીમ ઘાંચી નામના યુવકનું શંકાસ્પદ મોત નિપજયું હતું. ફોરેન્સીક બનાવથી અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવની વિગત અનુસાર, મોચીબજાર ચોક, સટ્ટાબજાર પાસે રહેતાં વસીમ હાસમભાઈ ભંગી (ઘાંચી) (ઉ.વ.23) શાકભાજીનો ધંધો કરે છે.
આજે વહેલી સવારે તે જયુબેલી શાકમાર્કેટ પર આવેલ પોતાના થડાએ ગયો હતો.ત્યારે તેની સામે જ થડો ધરાવતા સંજય અને નિલેષ નામનો દેવિપૂજક ભાઈઓ સાથે શાકભાજીનો માલ સમાન રાખવા મામલે ઝઘડો થયો હતો. ત્યારે દેવિપૂજક બંધુ અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સોએ મળી વસીમ મારમારી નાસી છુટયા હતો. જે બાદ યુવક પોતાના ઘરે પહોંચતા બે-ભાન થઈ ઢળી પડયો હતો. જેને પરીવારે તાત્કાલીક સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડયો હતો. જયાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતાં એ.ડીવીઝન પોલીસનો સ્ટાફ સીવીલ હોસ્પિટલે દોડી આવ્યો હતો.અને જરૂરી કાર્યવાહી કરી હતી. અને પરીવારજનોએ હત્યાનો આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહને ફોરેન્સીક પી.એમ.માં ખસેડી ગુનો નોંધવા તજવિજ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતાં.અને પરીવારજનોએ વધુમાં જણાવ્યું હતું કે વસીમભાઈ સાથે સંજય અને નિલેષ નામના દેવિપૂજક શખ્સોએ પહેલા પણ અનેકવાર શાકભાજીનો માલ રાખવા માટે ઝઘડો થયો હતો.મૃતક ત્રણભાઈ બહેનમાં નાનો હતો. બનાવથી પીરવારમાં આક્રંદ ફેલાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.