માળીયા હાટીના તાલુકાના શ્રી દધિચી સંકુલની બહેનો દ્વારા રાખડી અને રક્ષાપત્રો જવાનોને મોકલવામા આવ્યા - At This Time

માળીયા હાટીના તાલુકાના શ્રી દધિચી સંકુલની બહેનો દ્વારા રાખડી અને રક્ષાપત્રો જવાનોને મોકલવામા આવ્યા


દધિચી સંકુલ ગડુ(શેરબાગ) મુકામે અભ્યાસ કરતી કેજી થી કોલેજ સુધીની દિકરીઓ અને સંકુલમા ફરજ બજાવતી બહેનો દ્વારા આગામી રક્ષા બંધનના તહેવાર નિમિતે સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાનો માટે હાથે બનાવેલી રાખડી અને રક્ષાપત્રો મોકલવામા આવ્યા હતા.દિકરીઓ દ્વારા લાગણીસભર પત્રો પણ લખ્યા હતા અને દીકરીઓએ જણાવ્યુ હતું કે રક્ષાબંધનની ઉજવણી આપણે તો બધા કરીએ છીએ.પરંતુ ખરા અર્થમાં આપણી અને આપણાં દેશની રક્ષા કરનાર જવાનોની રક્ષા થાય એ ખૂબ જરૂરી છે.એટલા માટે બહેનો દ્વારા પોતે જાતે બનાવેલી રાખડી અને રક્ષાપત્રો મોકલવામા આવ્યા છે.જે રક્ષાપત્રોમા રક્ષાબંધન ના વધામણાં , આ રક્ષાની દોરી આ ફક્ત દોરી નથી
આ તો બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને હદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.

જેવા સ્લોગનો લખવામા આવ્યા હતા.આ કાર્ય માટે સંસ્થાના પ્રમુખશ્રી અરજણભાઈ ચારિયા દ્વારા પોતાના લેટર હેડ દ્વારા દીકરીઓ દ્વારા બનાવેલ રાખડીઓ અને રક્ષાપત્રો જવાનોને મોકલવા બદલ અભિનંદન આપવાની સાથે જવાનોને પત્ર લખવામા આવ્યો હતો. સમગ્ર કાર્ય માટે મંત્રી શ્રીમતિ નીલાબેન ચુડાસમા, નિયામક શ્રીપરાગભાઈ ચારિયા, કેમ્પસ ડાયરેક્ટર શ્રીગોવિંદભાઈ ચારિયા, તમામ ફેકલ્ટીના હેડશ્રી, આચાર્યશ્રી, શિક્ષકો દ્વારા દિકરીઓને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.સમગ્ર કાર્યનું સંકલન દિવ્યાબેન ઘોડાદરા દ્વારા કરવામા આવ્યું હતું.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.