અમરેલી રૂરલ પો.સ્ટે.ના ચિતલ ગામેથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૫૦૦ પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ. - At This Time

અમરેલી રૂરલ પો.સ્ટે.ના ચિતલ ગામેથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૫૦૦ પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ.


તા. 04-08-2022

અમરેલી રૂરલ પો.સ્ટે.ના ચિતલ ગામેથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૫૦૦ પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ

હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ-જુગારની બધી દુર કરવા દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ પી.વી.સાંખટ, ઇન્યા.પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.

જે અન્વયે આજરોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચિતલ ગામે, મોણપુર રોડે રહેતી સવિતાબેન વા/ઓ જીતુભાઇ અશોકભાઇ વાઘેલાના રહેણાક ઝુપડાની આગળ બાવળની કાટમા સંતાડેલ દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર જેટલો પકડી પાડી સ્થળ ઉપર તોડી-ફોડી નાશ કરે બાઇ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર થવા કાર્યવાહિ કરેલ છે.

આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર આરોપી સાથે પકડવામા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. પી.વી.સાંખટ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે.

રિપોર્ટ :- અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon