પર્યુષણ પર્વ દરમિયાન જૈન ધર્મમાં થતી હેરતભરી તપશ્ચર્યા
વિશ્વના ધર્મોમાં પોતાના અહિંસા, સંયમ, તપ, વિશિષ્ટ કોટિના સિદ્ધાંતો અને એના આચરણના વ્યવહારુ સ્વરૂપ દ્વારા જૈન ધર્મ આગવું સ્થાન ધરાવે છે.
પર્યુષણ મહાપર્વ ભારતીય પરંપરાના ભાદરવા મહિનામાં આવે છે
જૈન ધર્મમાં અહિંસાના આચરણનું આગવું સ્થાન ધરાવે છે
જૈન સાધુ, સાધ્વીજી વરસાદના ચારે ચાર મહિના એક જ સ્થાને રોકાણ કરીને રહે છે. એ વરસાદના દિવસોમાં સવિશેષ જીવોત્પત્તિ અને જીવનાશ થવાની સંભાવના હોવાથી સ્વયં ગ્રહણ કરેલા સૂક્ષ્મ અહિંસા મહાવ્રતના પાલનને ધક્કો ન પહોંચે એવા આશય થી તેઓ અન્યત્ર અવરજવર કરતા નથી. એમના આ રીતના એક સ્થાને કરાતા અવસ્થાનને જ સામાન્યજનો ચાતુર્માસ અથવા તો વર્ષાવાસ તરીકે સંબોધે છે, જ્યારે જૈન આગમાદિ ધર્મગ્રંથો એને જ ‘પર્યુષણા’ના નામે સંબોધિત કરે છે. અને ભાદરવા મહિનાની વદ ચોથના દિવસે સ્થાનકવાસી અને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો સંવત્સરી મહાપર્વની ઉજવણી કરે છે.
જ્યારે સ્વાદષ્ટિ વાનગીઓ અને સ્વાદના ચટકાઓ પાછળ જે લોકો પાગલ છે, ત્યારે જૈન સાધુ-સાધ્વીજી અને શ્રાવક-શ્રાવિકાઓ લોકોને ન ખાવામાં કેટલો આનંદ હોય છે, તેનું આત્મજ્ઞાન કરાવે છે
તેમજ અઠ્ઠમની ઉગ્ર સાધના કરી રહેલ તપસ્વીઓ આવા મહાન તપસ્વીઓને આપણા થી કદાચ આવી ઉગ્ર તપશ્ચર્યા ન થઈ શકે એ, પણ આ તપસ્વીઓને ભાવભરી વંદના કરી તેમના તપનું અનુમોદન જરૂર કરી શકીએ છીએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.