વિરપુરમાં ૧.૩૦ કરોડના ખર્ચે સીએચસીના રસ્તાનું નવીનીકરણ થશે... - At This Time

વિરપુરમાં ૧.૩૦ કરોડના ખર્ચે સીએચસીના રસ્તાનું નવીનીકરણ થશે…


મુકેશ્વર મહાદેવથી સીએચસી તરફના રસ્તાની મરામત માટે પ્રજાએ આંદોલન પણ કર્યું હતું...

મહિસાગર જીલ્લાના વિરપુરના મુકેશ્વર મહાદેવથી સીએચસી સુધીના માર્ગના નવીનીકરણ માટે સરકાર દ્વારા કુલ રૂ.૧.૩૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે. આ અંગે અગાઉ પ્રજાએ આંદોલન પણ કર્યું હતું. જેના પગલે મહિસાગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અને ધારાસભ્ય દ્વારા રાજ્ય કક્ષાએ રજુઆત કરતાં પગલાં ભરવામાં આવ્યાં હતાં વિરપુરના મુકેશ્વર મહાદેવથી સીએચસી તરફ જતા રસ્તાની જર્જરિત હાલતથી પ્રજા પરેશાન થઇ ગઈ હતી. આ અંગે સ્થાનિકોએ વાહન રોકી આંદોલન પણ કર્યું હતું. જેના ઘેરા પડઘા પડ્યાં હતાં. જેથી સરકાર દ્વારા મરામત માટે નાણા ફાળવવામાં આવ્યાં હતાં. પરંતુ આ માર્ગના નવીનીકરણ અને પહોળો કરવા માટે મહિસાગર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુકલ અને ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવતાં વધુ ૨૭ લાખ ઉમેરી કુલ રૂ.૧.૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી મુકેશ્વર મહાદેવથી સીએચસી તરફના રસ્તા પર પહોળાઇ તથા નવા ગરનાળા અને સ્ટ્રકચર બનાવવામાં આવશે....

તસવીર લખાણ - વિરપુરના મુકેશ્વર મહાદેવ ચોકડીથી સીએચસી સુધીનો રસ્તો બીસ્માર...

રિપોર્ટર પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.