મહિસાગર : કડાણા તાલુકાના માલવણ પગાર કેન્દ્રના નિવૃત્ત શિક્ષકોનો વિદાય સન્માન સમારંભ યોજાયો. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના માલવણ પગાર કેન્દ્રના નિવૃત્ત શિક્ષકોનો વિદાય સન્માન સમારંભ યોજાયો.


કડાણા તાલુકાના માલવણ પગાર કેન્દ્રના નિવૃત્ત શિક્ષકોનો વિદાય સન્માન સમારંભ કડાણા તાલુકાના માલવણ પગાર કેન્દ્રમાં વય નિવૃત થતા ૦૮ શિક્ષકોનો વિદાય સમારંભ માલવણ પ્રાથમિક શાળા ખાતે યોજાયો

આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનુભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બીપીનભાઈ પંચાલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી પટેલીયા તથા મંત્રી શ્રી અશોકભાઈ તેમજ તાલુકા શૈક્ષિક સંઘના મંત્રી શ્રી પી.એમ. પટેલ,બીટ નિરીક્ષક શ્રી રમેશભાઈ ખાંટ તેમજ શિયાલ કલસ્ટર અને માલવણ ક્લસ્ટરના સીઆરસી મિત્રો તમામ ૨૪ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક ભાઈઓ તથા બહેનો તેમજ અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા

આવેલા મહેમા નો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું માલવણ પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યુ પગાર કેન્દ્રના આચાર્યશ્રી હેમંતભાઈ દ્વારા સર્વે નું શાબ્દિકસ્વાગત કરાયું માલવણ પગાર કેન્દ્ર ના નિયમો પ્રમાણે વાયનિવૃત્ત થતા તમામ આઠે શિક્ષકો તથા બદલી પામી અન્ય શાળામાં ગયેલા શિક્ષકોને ભેટ સોગા દ- સાલ, શ્રીફળ તથા રોકડ રકમ આપી સન્માનવામાં આવ્યા નિવૃત્ત શિક્ષકો ની સાથે માલવણ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલક શ્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી નિવૃત્ત થતા તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું નિવૃત્ત થતા શિક્ષકો પૈકી નિવૃત્ત શિક્ષક તરીકે ના અભિપ્રાયો ડામોંર ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ ભાટીયા દ્વારા રજુ કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.