જેમ્સના કૌભાંડોને ઢાંક પિછોડો કરવાની કવાયત પાછળ રાજકીય માથાઓ - At This Time

જેમ્સના કૌભાંડોને ઢાંક પિછોડો કરવાની કવાયત પાછળ રાજકીય માથાઓ


જેમ્સના કૌભાંડોને ઢાંક પિછોડો કરવાની કવાયત પાછળ રાજકીય માથાઓભાવપત્રક તથા બિલની રકમોમાં ભારે તફાવત હોવાની સંભાવના
જેમ્સ દ્વારા થયેલા કામોની સમીક્ષા માટે એક ટીમ બનાવી નિષ્પક્ષ ગામજનોને સાથે રાખો એવી ઉગ્ર રજુઆત સાથે વિસાવદર તાલુકાના ગામડાઓમાં જે જેમ્સ દ્વારા થયેલા કામોમાં ખૂબ મોટા પાયે ગેરરીતી થયેલ છે.અને આ બાબતે તાલુકા પંચાયત વિસાવદર માં આર.ટી.આઇ. કરતા તેનો કલમ નં ૧૦નો આશરો લઈને અસ્પષ્ટ સૂચક જવાબ આપી દેવામાં આવેલ છે.અને જો તાલુકા વિકાસ ઓફીસને ખબર જ ન હોય તો તાલુકામાં થતા કામની ગુણવતા માટે કોની જવાબદારી થાય કે પછી કયાંક છાને ખૂણે આમાં પરોક્ષ રીતે ભાગ બંટાઈ કરી હિસ્સેદારી સામેલ હોવાની સંભાવના દર્શાવી રહયા છે.વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી,જાવલડી,ખંભાળિયા જેવા અનેક ગામોમાં હલકી ગુણવત્તા વાળા મટીરીયલ સરકારશ્રી ના સ્પેશીફીકેશનથી વિરુદ્ધ પધરાવી દીધા છે.જેની ન્યાયિક તપાસ થવા માટે ત્યાંના ગ્રામજનોની ઉગ્ર માંગ છે.આગામી દિવસોમાં આ મસમોટા કૌભાંડોની પૂણૅ વિગત મેળવાઈ રહેલ છે.જે બહાર ના પડે એટલે રાજકીય દાવા તથા કેટલાય દબાણો આપી અને આ કૌભાંડ સંશોધક ટીમને અનેક પ્રલોભનો પણ આપવામાં આવી રહયા છે.પણ એક જાગૃત નાગરિકે આ જાડી ચામડીના મગરમચ્છો દ્વારા આપવામાં આવતી મલાઈ ખાવા કરતા પ્રજાને હલકો માલ પધરાવી દેવા વાળા સામે બંડ પોકાર્યુ છે.

રિપોર્ટ મુકેશરીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.