FFWC, મિસિંગ સેલ, C.I.D ક્રાઈમ એન્ડ રેલ્વેઝની ટીમે રથયાત્રામાં વિખૂટા પડેલા અનેક બાળકો ને પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું. - At This Time

FFWC, મિસિંગ સેલ, C.I.D ક્રાઈમ એન્ડ રેલ્વેઝની ટીમે રથયાત્રામાં વિખૂટા પડેલા અનેક બાળકો ને પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું.


ભગવાન જગન્નાથજી ની રથયાત્રા અમારા ન્યૂઝ અપડેટ વાંચતા ઘણા વાચક મિત્રો ને સવાલ થતો હશે કે...આ FFWC એટલે શું , ખરું ને...? તો જે વાચક મિત્રો ને આ અમારા લેખ ઉપર થી FFWC ની માહિતી અને કામગીરી વિષે માહિતગાર કરશું,

F.F.W.C એટલે ફ્રેન્ડ્સ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ એટલે કે મિસીંગ સેલ, તકલીફ ની પરિસ્થિતિમાં બાળકો અને મહિલાઓ ને મદદ અર્થે ઊભી રહેતી ટીમ,

વર્ષ ૨૦૨૩ ની ૧૪૬ મી રથયાત્રા દરમિયાન FFWC મિસિંગ સેલ, C.I.D ક્રાઈમ એન્ડ રેલ્વેઝ ( મહિલા અને બાળમિત્ર ) ની ટીમે રથયાત્રામાં ગુમ થયેલ અંદાજે ૭૦ થી વધુ માતાપિતા કે પરિજનો થી વિખૂટા પડેલા બાળકો મળી આવ્યા હતા જે તેમના પરિજનો સોંપવામાં આવ્યા હતા,

FFWC, મિસિંગ સેલ, C.I.D ક્રાઈમ એન્ડ રેલ્વેઝ ( મહિલા અને બાળમિત્ર ) ની ટીમ ના સભ્યો આ વર્ષે પણ ૧૪૭મી રથયાત્રા મહોત્સવમાં વહેલી સવારથી જ રથયાત્રા ના રૂટ ઉપર હાજર રહ્યા હતા, રથયાત્રામાં ઉમટેલા લાખો ની સંખ્યામાં ભક્તોના ઘોડાપૂર વચ્ચે કોઈપણ બાળક ગુમ થયું હોય તો અથવા કોઈ બાળક ટીમ ને મળી આવે તો બાળકના નામ અને તેના માતા-પિતા ના નામ અંગેની માહિતી જમાલપુર પોલીસ ચોકી પાસે અને સરસપુર પોલીસ ચોકી પાસે બનાવેલ કંટ્રોલ પોઇન્ટ ઉપર જાણ કરવામાં આવતી હતી અને મળી આવેલ બાળક પરિજનો સુંધી પહોચાડવા માઇક દ્વારા સતત જાહેર કરવામાં આવતી હતી,

આ વર્ષે ૧૪૭ ના રથયાત્રા મહોત્સવમાં વહેલી સવાર થી રાત્રે મોડા સુંધી કુલ ૯૬ લોકો ગુમ થયાની જાણ ટીમ ને મળી હતી જેમાં ૫૭ નાના બાળકો અને ૩૯ મહિલાઓ અને સિનિયર સિટીઝન ને FFWC C.I.D ક્રાઈમ અને રેલ્વેઝ ( મહિલા અને બાળ મિત્ર ) ની ટીમે પરિવાર શોધીને સોંપવામાં આવ્યા હતા,

રથયાત્રા મહોત્સવના દરમિયાન સમગ્ર રૂટમાં ગુમ થયેલ કે મળી આવેલ બાળકો ને પરિવાર સુંધી પહોચાડવા FFWC, C.I.D ક્રાઈમ અને રેલ્વેઝ ( મહિલા અને બાળ મિત્ર ) ની ૬૪ સભ્યોની ટીમ સતત કાર્યરત હતી,

ભગવાન જગ્ગનાથજી ની ૧૪૭ મી રથયાત્રા મહોત્સવમાં અમદાવાદ ની FFWC,C.I.D ક્રાઈમ અને રેલ્વેઝ,( મહિલા અને બાળ મિત્ર ) ની ટીમ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી સેવાના ભાગ રૂપે કાર્યરત છે અને આ વર્ષે રથયાત્રાના મહોત્સવમાં પણ જમાલપુર અને સરસપુર ખાતે FFWC ટીમના ૬૦ થી પણ વધારે સભ્યો દ્વારા મિસિંગ સેલની કામગીરી અમદાવાદ ના કો-ઓડીનેટર સુશ્રી દિપાલીબેન કંસારા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી,

રથયાત્રા દરમિયાન FFWC ટીમ ને વિખૂટા પડેલ અને મળી આવેલ બાળકો ને તેઓ ના માતા પિતા કે વાલી વારસ ને સોંપવાની કામગીરી માનવતા અને સેવાના ભાગ રૂપે કરવામાં આવી હતી,

FFWC ની ટીમે ને મળી આવેલ બે બાળકો ને તેમના ઘર સુધી મૂકી આવી પરિવારને સોંપીને ખૂબ સરાહનીય અને પ્રશંસનિય કામગીરી કરી હતી,

રથયાત્રા દરમિયાન FFWC ટીમ ને બે મોબાઈલ ફોન અને એક સોનાનો દાગીનો પણ મળી આવેલ જે મૂળ માલિક ને ખરાઈ કરી સુપ્રત કરવામાં આવેલ અને રથયાત્રામાં ભગવાન ના ત્રણેય રથ નગરચર્યા કરી નિજ મંદિરે નિર્વિઘ્ને પરત આવ્યા ત્યાં સુધી FFWC ના તમામ સભ્યો સાથ, સેવા અને સહકાર અર્થે રૂટમાં સક્રિય રહ્યા હતા અને રાત્રે આ ટીમ નિજમંદિર પાસે કામગીરી ની માહિતી તૈયાર કરવા એકત્ર થયા હતા,

Adi.D.I.G સુશ્રી.પરીક્ષિતા રાઠોડ સહિત વાણી દુધાત સાહેબ, ઝોન ૩ ડી.સી.પી વિશાખા ડબરાલ , સી.ઓ અતુલકુમાર બંસલ, ગાયકવાડ હવેલી ના પી.આઈ પી. એચ.ભાટી, શહેર કોટડા પી.આઈ એમ.ડી. ચંદ્રવડિયા આ તમામ અધિકારીઓ દ્વારા FFWC ની ટીમના તમામ સભ્યોની રથયાત્રા ના મહોત્સવ દરમિયાન માનવ સેવા ની ઉત્તમ કામગીરી ની પ્રશંસા કરી FFWC ટીમ ને બિરદાવી ના તમામ સભ્યો નું મનોબળ વધાર્યું હતું,

આ FFWC મિસિંગ સેલ ની ટીમ ના સભ્યો ને આ કામગીરી બદલ આવનારા દિવસોમાં ગુજરાત પોલીસ ના ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા પ્રશંસાપત્ર થી સમ્માનિત પણ કરવામાં આવે એવી શક્યતાઓ.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.