પોરબંદરમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ કરનાર ટોળા સામે ફરિયાદ મંગળવારે સરકારી જમીનનાં ડિમોલેશનનાં મુદ્દે લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો : આ બનાવ અંગે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં 125 લોકો વિરુધ ગુના નોંધી તેમજ પોરબંદરની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ એસ આર પી એક ટુકડી તથા ગીર સોમનાથ જૂનાગઢ થી પોલીસ જવાનો ખડેપગે રખાયા
પોરબંદરમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ કરનાર ટોળા સામે ફરિયાદ
મંગળવારે સરકારી જમીનનાં ડિમોલેશનનાં મુદ્દે લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો : આ બનાવ અંગે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં 125 લોકો વિરુધ ગુના નોંધી તેમજ પોરબંદરની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ એસ આર પી એક ટુકડી તથા ગીર સોમનાથ જૂનાગઢ થી પોલીસ જવાનો ખડેપગે રખાયા
પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠાની સુરક્ષાને લઇને તંત્ર દ્વારા અલગ- અલગ સ્થળોએ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અણીયારી વિસ્તારમાં આવેલી દરગાહ નજીક ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. આ મુદ્દે લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે હિંસા ફેલાવવાનાં આશયથી પૂર્વ આયોજીત ગુનાહ કાવતરૂ રચી વાહનોમાં ડિમોલેશનની જગ્યાએ ગેરકાયદેસર મંડળી રચી અને જવાનો પ્રયાસ કર્યો હતો. અને પોલીસ કર્મીઓ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં પોલીસે ૧૨૫ જેટલા લોકો સામે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
મંગળવારે લઘુમતી સમાજનાં ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં એકત્રીત થયાં હતાં. અને જે જગ્યાએ ડિમોલેશન થયું છે. ત્યાં જવાનો પ્રયાસ કર્યો હતો. જેને રોકવાનો પોલીસે પ્રયાસ કરતાં ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. આ ટોળાને શાંત કરવા સામા પક્ષે પોલીસે ટીયરગેસનાં બે થી ત્રણ રાઉન્ડ છોડયા હતાં. અને બળપ્રયોગ પણ કર્યો ત્યારબાદ ટોળું શાંત થયું હતું. ટોળાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાર્યરત પોલીસની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી પથ્થર તથા ધારદાર માર્બલનાં ટુકડાઓનો મારો કરી પાંચ પોલીસ કર્મીઓને ઇજા પહોંચાડી આ બનાવમાં પોલીસે આઇપીસી કલમ ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૪૮, ૧૫૧, ૧૫૨, ૧૮૬, ૩૩૨, ૩૩૬, ૩૩૭, ૩૨૩, ૩૨૪, ૧૨૦(બી) તથા ગુજરાત પોલીસ એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી જે લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. જોકે હાલ પોરબંદરમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહયો છે. પોરબંદરની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ એસ આર પી એક ટુકડી તથા ગીર સોમનાથથી ૧૦૦પોલીસ જૂનાગઢ થી ૧૯૧ પોલીસ જવાનો ખડેપગે રખાયા છે
પોરબંદરમાં હાલ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.