જસદણ- વીંછિયાના લાભાર્થીઓને આવાસ વિતરણ કરાયા તા. 16 ના ૧૮૨ કરોડના ખર્ચે પાણી યોજના ખાતમુહૂર્ત : સી.ઍમ ભુપેન્દ્ર પટૅલના હસ્તે થશે ; મંત્રી બાવળીયા - At This Time

જસદણ- વીંછિયાના લાભાર્થીઓને આવાસ વિતરણ કરાયા તા. 16 ના ૧૮૨ કરોડના ખર્ચે પાણી યોજના ખાતમુહૂર્ત : સી.ઍમ ભુપેન્દ્ર પટૅલના હસ્તે થશે ; મંત્રી બાવળીયા


નરૅશ ચૉહલીયા જસદણ

જસદણ-વીંછિયાનાલાભાર્થીઓને આવાસ વિતરણ કરાયા તા. 16 ના ૧૮૨ કરોડના ખર્ચે પાણી યોજના ખાતમુહૂર્ત સી ઍમ ભુપેન્દ્ર પટૅલના હસ્તે થથૅ મંત્રી બાવળીયા,

જસદણ વાછીયા તાલુકા મા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે સમગ્ર રાજ્યમાં ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં રૂ. ૨૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજકોટ જિલ્લાના જસદણ ખાતે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના ગુજરાતમાં અનેક કામો પૂર્ણ થયા છે અને આગામી દિવસોમાં બધા કામો પૂર્ણ થતા રાજ્યમાં ક્યાંય પાણીની તંગી નહીં રહે. અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ લાભાર્થીઓને પી.એમ. આવાસની ચાવી વિતરણ કરવામાં આવી હતી.જસદણ વિંછીયા ક્ષેત્રમાં ૨૦૧૬-૧૭થી લઈને હાલ સુધીમાં ૧૧૦૪ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં જસદણ ગ્રામીણમાં પી.એમ. આવાસ યોજનામાં (ગ્રામ્ય)માં ૨૧૦ આવાસ, જ્યારે આ જ યોજના અંતર્ગત જસદણ શહેરી વિસ્તારમાં ૩૨૩, વીંછિયા ક્ષેત્રમાં ૧૬૫, જ્યારે જસદણ વીંછિયા પંથકમાં પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ ૩૩૮, જ્યારે આંબેડકર આવાસ યોજનામાં ૬૮ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે.આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના નાગરિકોને પાયાની જરૂરિયાતો મળે, સાથે તેને ઘરનું ઘર હોય, રોજગારીની સુવિધા હોય, પાણી, રસ્તા, લાઈટ સાથે પાયાની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સતત ચિંતા કરવા સાથે પ્રયત્નશીલ છે.તેમણે કહ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સૌથી પહેલી યોજના જસદણમાં લાવ્યા હતા. આ સાથે આવતા દિવસોમાં આ પંથકના ચારેય ઝોનમાં પીવાના પાણીની કલ્પના બહારની સુવિધા મળશે તેની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી. મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જળ જીવન મિશન અંતર્ગતઆ સાથે તેમણે જસદણ, વિંછીયા પંથકમાં થયેલા આરોગ્ય તથા શિક્ષણના થયેલા કામોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સૌથી વધુ હાયર અને સેકન્ડરી સ્કૂલો જસદણ પંથકમાં છે. આ સાથે તાલુકા કક્ષાએ વિજ્ઞાન પ્રવાહની કોલેજ માત્ર આ પથંકમાં જ નિર્માણ કરાઈ છે. તેમજ જસદણ, વિંછીયા પંથક માટે ૧૬મીએ સિંચાઈ અને પાણી માટે વધુ ૧૮૪ કરોડથી વધુ રૂપિયાની યોજનાઓના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ તકે જસદણ પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવાએ સ્વાગત પ્રવચન કર્યુંહતું. જ્યારે જસદણ તાલુકા વિકાસ અધિકારી કે, આર. ચુડાસમાએ આભાર વિધિ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, જસદણ મામલતદાર રાજપગુરુ, જસદણ વિછીયા શહૅર તાલુકાના ગ્રામજનો આગૅવાનૉ હૉદૅદારૉ કાર્યકરર્તિઑ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.