સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે નૂતન વર્ષના પ્રારંભે ભાવિકો દર્શને ઉમટી પડ્યા, દાદાને સુવર્ણ વાઘાના શણગાર સજાવાયો, તો બપોરે ધરાવાશે અન્નકૂટ, હજારોની સંખ્યામાં ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી, કોઠારી સ્વામીએ નૂતન વર્ષે પાઠવ્યા આશીર્વાદ.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ છે સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જે દેશવિદેશ ના લાખો ભાવિકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યારે આજરોજ નૂતન વર્ષના પ્રારંભે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા તો આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ (સોનાના) વાઘા શણગાર સજાવવામાં આવ્યા હતા અને વિશેષ પૂજન અર્ચન કરાયું હતું સમગ્ર મંદિરમાં વિશેષ શણગાર સજાવવામાં આવ્યા હતા, મોટી સંખ્યામાં ભાવિકોએ નવા વર્ષે કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, આજે નૂતન વર્ષ નો પ્રથમ દિવસ અને એમાં પણ દાદાનો શનિવાર ત્યારે આજે અનોખા સંયોગ નિમિતે ભાવિકોમાં ઉત્સાહ, તો મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ નૂતન વર્ષે ભાવિકોને શુભકામનાઓ પાઠવી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.