ધોરણ 8 ના વિધાર્થી બાળકો નો વિદાય સમારંભ યોજાયો
બરવાળા તાલુકા ની નવા નાવડા પ્રાથમિક શાળા મા ધોરણ 8 મા અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી ત્યાર બાદ ધોરણ 5 થી 7 ના બાળકોએ વિદાય લેતા બાળકો નેં વિદાયગીત અને તેમની કાલીઘેલી ભાષા મા વક્તવ્ય આપેલ. ત્યારબાદ ધોરણ 8 ના તમામ બાળકોએ તેમના પ્રતિભાવો રજૂ કરેલ. વિદાય લઈ રહેલ તમામ બાળકો નેં શાળા પરિવાર તરફથી સરસ મજાની ફોલ્ડર ફાઈલ આપવામાં આવી. અને શાળા ના તમામ બાળકો નેં ગરમા ગરમ લાઈવ મંચુરિયન ખવરાવવામાં આવ્યું અને સાથે દાવત ની ઝીરા મસાલા સોડા આપવામાં આવી. કાર્યક્રમ ના અંતે શાળા ના આચાર્યશ્રી એ દરેક બાળકો નેં આશિષ પાઠવેલ. કાર્યક્રમ નું સંચાલન શાળા શિશક કૌશલ મહેતલીયા કરેલ.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
