ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં મામલતદારની કાયમી ધોરણે નિમણૂંક કરવા ટિમ ગબ્બર ની રજુવાત
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં મામલતદારની કાયમી ધોરણે નિમણૂંક કરવા બાબત
ટીમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કાંતિ એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને સ્થાનિક લોકો અને સંસ્થાઓ દ્વારા માહિતી અને રજૂઆતો મળી છે કે,ગીર ગઢડા તાલુકાના નાના મોટા એકાવન (51) જેટલા ગામડાઓ આવેલા છે અને ગઈ તા.૩૧/૧૦/૨૦૨૩થી મામલતદારશ્રીની બદલી થતાં તેમનો ચાર્જ છોડી જતા રહેલ છે અને મામલતદારશ્રી કચેરી ગીર ગઢડાનો ચાર્જ ઉના મામલદારશ્રીને સોંપેલ છે અને ઉના તાલુકો પણ વિસ્તારની દૃષ્ટિએ મોટો હોય મામલતદારશ્રી ઉના પણ ઇમરજન્સી સિવાય ગીર ગઢડા મામલતદાર કચેરી આવતા નથી જેથી ગીર ગઢડા તાલુકાની પ્રજાને કામકાજમાં ધરમ ધક્કા થાય છે અને પોતાના કામકાજ છોડી મામલતદાર કચેરીએ આવતા હોય સમય અને પૈસા બનેનો વ્યય થાય છે જેથી તાત્કાલિક મામલતદારની કાયમી ધોરણે નિમણૂંક કરવામાં આવે તેવીઅમારી ટીમ ગબ્બરની માંગ છે તેથી ટીમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગમાં પહોંચાડી કાર્યવાહી કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથે રજુઆત છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.